Italy: રોઈટર્સના જણાવ્યા અનુસાર, 8 લોકોનાં મોત થયાં છે. એ જ સમયે નાગરિક સુરક્ષામંત્રી નેલો મુસુમેસીએ કહ્યું – એક વર્ષમાં પડેલા વરસાદમાંથી અડધો વરસાદ છેલ્લા 36 કલાકમાં થયો છે. ઈટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન 1000 મિમી વરસાદ પડે છે. ત્યાં 36 કલાકમાં 500 મિમી વરસાદ પડ્યો છે.
અધિકારીઓએ કહ્યું- એમિલિયા-રોમાગ્ના વિસ્તાર પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. ફેઝા, સેસેના અને ફોરલી એમ ત્રણ શહેરના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. અનેક મકાનોને નુકસાન થયું છે. હજારો લોકો બેઘર બન્યા છે. કેટલાક લોકો ઘરોમાં પણ ફસાયેલા છે.
સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં પૂરને કારણે થયેલી તબાહી અને મદદની રાહ જોઈ રહેલા લોકો જોઈ શકાય છે. એ જ સમયે એક વીડિયોમાં કોસ્ટ ગાર્ડ લોકોને એરલિફ્ટ કરતા જોવા મળે છે. Italy
તમે આ પણ વાંચી શકો છો : Tesla Car Company: ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરશે! – India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો : Pakistan વિનાશ તરફ આગળ વધી રહ્યું છે, સ્થિતિ પૂર્વ પાકિસ્તાન જેવી થઈ શકે છે – ઈમરાન ખાન – India News Gujarat