HomeWorldFestivalHoli Tradition: સોલંકી ઠાકોર સામજની ધૂળેટી પર્વની અનોખી ઉજવણી - INDIA NEWS...

Holi Tradition: સોલંકી ઠાકોર સામજની ધૂળેટી પર્વની અનોખી ઉજવણી – INDIA NEWS GUJARAT

Date:

Holi Tradition: હોળી અને ધૂળેટી એવા તહેવારો છે જેની દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં પણ લોકો પોત પોતાના પરંપરા મુજબ આ તહેવારની ઉજવણી કરે છે. ત્યારે ધુળેટી પર્વના દિવસે જુની પરંપરા મુજબ સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા કરવઠા રૂપી ઉજવણી કરવામાં આવતી હોય છે.

ઢોલ નગારા સાથે નાચ ગાન કરી ધૂળેટી પર્વની ઉજવણી

ગુજરાતમાં પણ વિવિધ રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્યારે વડગામ તાલુકાના મગરવાડા ગામે સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા રીતે ધૂળેટી ઉજવણી કરવામાં આવતી હોય છે. ધુળેટી પર્વના દિવસે જુની પરંપરા મુજબ સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા કરવઠા રૂપી ઉજવણી કરવામાં આવતી હોય છે. આ કરવઠુ મગરવાડા સોલંકી ઠાકોર સમાજના માં અંબાજીને રિઝવવા માટે કરવામાં આવતુ હોય છે. જે ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઉજવણી વર્ષમાં ધૂળેટીના દિવસે જ કરવામાં આવતી હોય છે. એકાદ વર્ષ જો કરવઠુ કોઈ કારણસરના કરવામાં આવેતો માં અંબાજીનો પ્રકોપ ચાલુ થયો હોય એવી રિતે મગરવાડા સોલંકી ઠાકોર સમાજના દરેક પરીવારોમાં બિમારીઓ આવતી હોય છે. પશુઓમા પણ બિમારીઓ આવતી હોય છે.

Holi Tradition: ઠાકોર સમાજમાં વેશભૂષા કરી મનાવે છે કુળદેવીને

જે ઠાકોર સમાજના વડીલોએ જણાવ્યું હતુ.. દર વર્ષે આ અલગ અલગ વેશભૂષા અને કરવઠુ કરવાની પરંપરા ચાલી આવતી હોય છે. સમાજના યુવાનો દ્વારા વેશભૂષા ધારણ કરીને ગામના ચોકમાં આવીને, નાચગાન કરીને, માં અંબાને ખુશ કરી ને, સમાજ અને પરીવારજનોને હેમખેમ રાખે તેવી અર્ચના કરતા હોય છે. વડગામ તાલુકાના મગરવાડા ગામે સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા ઉજવણી કરવામાં આવતી હોય છે ધુળેટી પર્વના દિવસે જુની પરંપરા આજે પણ સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા જાળવી રખાઇ છે.

તમે આ પણ વાંચી સકો છો :

Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories