HomeGujaratOne Crore Seized: ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી બિનહિસાબી એક કરોડ રોકડા ઝડપાયા...

One Crore Seized: ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી બિનહિસાબી એક કરોડ રોકડા ઝડપાયા – INDIA NEWS GUJARAT

Date:

One Crore Seized: લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત રાજસ્થાન સરહદ પરથી શામળાજી પોલીસે I-10 કાર માંથી 1 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે, કાર ચાલક ડ્રાઇવરની ધરપકડ પણ કરવામાં આવી છે.

રાજસ્થાન પાસીંગની ગાડી માંથી ઝડપાઇ રોકડ રકમ

લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જીલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો હોય જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાસીંગની આઈ-10 કારના ગુપ્તખાના માંથી ન્યૂઝ પેપરમાં વીંટાળેલ એક કરોડ રૂપિયા બિનહિસાબી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી, પોલીસે અધધ 1 કરોડ બિનહિસાબી રોકડ રક્મ ક્યાથી કયા લઇ જવાની હોવા અંગે કાર ચાલકની સઘન પૂછપરછ હાથધરી હતી.

One Crore Seized: આઈ 10 ગાડીમાં ચોરખાનું બનાવીને લઈ જવાતી રોકડ

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર અણસોલ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે બેરીકેટિંગ કરી વાહનોનું ચેકિંગ હાથધરતા રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી આઈ-10 કારને અટકાવી તલાસી લેતા કાર ચાલક ડ્રાઇવર ચિંતિત જણાતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા કારની વચ્ચેની સીટમાં ગુપ્તખાનામાં રોકડ રકમ હોવાનું જણાવતા પોલીસે ગુપ્તખાનું ખોલાવતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી ગુપ્તખાના માંથી 1 કરોડની 500ની નોટના 21 બંડલમાં 20 હજાર નોટો મળી આવતા પોલીસે કાર ચાલકને રોકડ રકમના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા ડ્રાઇવર પર્વતસિંહ સંભુસિંહ રાજપુતની અટકાયત કરી, રોકડ રકમ,કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.1.02 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. શામળાજી પોલીસે કારમાંથી જપ્ત કરેલ એક કરોડ રૂપિયા કયાથી લઇ કોને પહોંચાડવાના હતા એ અંગે કાર ચાલકની પૂછપરછ હાથધરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories