HomeGujaratભાજપને મોટી ખોટ પડી:Gujarat BJP suffered a big loss:INDIA NEWS GUJARAT

ભાજપને મોટી ખોટ પડી:Gujarat BJP suffered a big loss:INDIA NEWS GUJARAT

Date:

જીવદયા ના ભેખધારી કચ્છી પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા પંચમહાભૂત માં વિલીન….

ભાજપને મોટી ખોટ પડી:Gujarat BJP suffered a big loss:આરોગ્ય જીવ દયા ક્ષેત્રે આજીવન ભેખ લેનાર પૂર્વ રાજ્ય મંત્રી તારાચંદ છેડા નું નિધન થતાં સમગ્ર કચ્છ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું કચ્છમાં ભારતીય જનતા પાર્ટી નો પાયો નાખવામાં જેની મહત્ત્વની ભૂમિકા છે એવા જીવદયાપ્રેમી પૂર્વ રાજ્ય મંત્રી તારાચંદ છેડા નો 71 વર્ષે ભુજ ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.20 દિવસથી અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા પરંતુ બે દિવસથી તેમને સંથારો લેવાની ઈચ્છા વ્યક્ત કરતાં પરિવારજનોએ તેમની સહમતિ આપતા તેમની ઈચ્છા મુજબ ભુજ ખાતેના નિવાસ સ્થાને અનશન વ્રત શરૂ કર્યા બાદ દેહ ત્યાગ કર્યો હતો તેઓના માદરે વતન કાંડાગરા ખાતે પાલખી યાત્રા સાથે અંત્યેષ્ઠી કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી પરિવાર શોકમગ્ન બની

ભાજપને મોટી ખોટ પડી:Gujarat BJP suffered a big loss:ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી આર પાટીલ,વિજયભાઈ રૂપાણી,હર્ષ સંઘવી, વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય, સહિત મંત્રીઓ સાંસદો સાથે ભાજપ કાર્યકરો એ શ્રી છેડાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી.રાજ્યના નેતાઓ સહિત અગ્રણીઓ એ શ્રી છેડા ની સેવાઓને બિરદાવીને અંજલિ અર્પણ કરી હતી મોરારિ બાપુ,ગૌતમ અદાણી, પુરુષોત્તમ રૂપાલા સહિતે શોક વ્યક્ત કર્યો હતો.1973માં કોગ્રેસ કોંગ્રેસ સરકાર ના દમન સામે અવાજ ઉઠાવનારા નવનિર્માણ આંદોલનમાં તારાચંદભાઈ અત્યંત જુસ્સાભેર વિરોધ પ્રદર્શન કરી સેંકડો યુવાનોને આ મહાન આંદોલન માં જોડાયા હતા કચ્છ ભાજપના પાયાના પત્થર સમાન આ નેતા સૌપ્રથમ તાલુકા પંચાયતના સદસ્ય ત્યાર બાદ જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે ઉત્કૃષ્ટ સેવા આપી 1990 માં અબડાસાના ધારાસભ્ય પદે ચૂંટાઈ અને દુષ્કાળ અને અછતની પરિસ્થિતિમાં નવતર ઉપાયો વડે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ને હળવી કરવા માં સફળ રહ્યા હતા.1987 થી 1993 અને 2005થી 2010 સુધી કચ્છ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ ની કામગીરી બખુબી નિભાવી 2014 થી 2016 માં આનંદીબેન પટેલની સરકારમાં ગુજરાતના રાજ્ય મંત્રી તરીકે સેવા બજાવી કચ્છનું નામ રાજ્યસ્તરે આગળ લાવવા નું પ્રયાસ કર્યું હતું..

કચ્છના પ્રશ્ને ક્યાંય બાંધછોડ ન કરી પ્રજા લક્ષી સફળ કામોના હિમાયતી બન્યા..

ભાજપને મોટી ખોટ પડી:Gujarat BJP suffered a big loss:રાજકીય ક્ષેત્રે એક મોટું નામ ધરાવતા તારાચંદભાઈ હંમેશા કચ્છના પ્રશ્નો મુદ્દે ક્યારેય બાંધછોડ કરી ન હતી 42 વર્ષ પહેલા મુન્દ્રા અને પછી ભુજમાં સર્વ સેવા સંઘ ની સ્થાપના કરી સ્વ.લાલજીભાઈ એન્કરવાલા અને સ્વ.નાનાલાલ ગોર ના આશીર્વાદ સાથે અનોખો સેવાયજ્ઞ કર્યો હતો કચ્છ ના છેવાડાના વિસ્તારના દુષ્કાળ ના દિવસોમાં નીરણ કેન્દ્રો ,ઢોરવાડા કે મેડીકલ કેમ્પ, સીવણ મશીન આપવા જેવી અનેક પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રાખી હતી સામાજિક સેવાકીય રાજકીય પ્રવૃત્તિઓ સાથે તેમણે કચ્છના હિત ને હંમેશા હૈયે રાખી કામ કર્યું હતું કચ્છમાં દરેક ગામ સાથે અનુકૂળ ધરાવતા તારાચંદભાઈ ગામે ગામના લોકો, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ સાથે વ્યક્તિગત સંબંધ ધરાવતા હતા આજ તેમની વિદાય ના સમાચાર મળતા દરેક વર્ગના શોકનું મોજું ફેલાયું હતું.

કચ્છ ભાજપના પાયાના પત્થર સમાન નેતા,કચ્છી સમાજના રત્ન પંચમહાભૂતમાં વિલીન

ભાજપને મોટી ખોટ પડી:Gujarat BJP suffered a big loss:પૂર્વ રાજ્યમંત્રી અનશન વ્રત ધારી તારાચંદભાઇ છેડા ની પાલખી યાત્રા તેઓ ના માદરે વતન કાંડાગરા ખાતે તારાચંદભાઇના અંતિમ દર્શન અને અંતિમ વિદાય આપવા માટે સમગ્ર કચ્છ ગુજરાતથી માનવ મહેરામણ ઉમિટી પડ્યું હતું.નામી આનામી અનેકો લોકો હૃદય થી કચ્છી મરદ મહાજન તારાચંદ છેડા ને અંતિમ વિદાય આપી હતી…..

આ પણ વાંચી શકો :Symbol of sympathy for animals:પશુઓ માટેની સંવેદનાનું પ્રતિક ૧૯૬૨ સેવા:INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો :Eclipse felt saffron carry:કેસર કેરીને લાગ્યું ગ્રહણ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories