HomeGujaratGST Department: GST ભરવાના અખાડા કરતા ડેવલપર્સ પાસેથી 6 કરોડની વસુલાત-India News...

GST Department: GST ભરવાના અખાડા કરતા ડેવલપર્સ પાસેથી 6 કરોડની વસુલાત-India News Gujarat

Date:

GST Department: Surat માં 44 ફ્લેટના બુકિંગ પેટે જીએસટી ભરવાના અખાડા કરતા ડેવલપર્સ પાસેથી 6 કરોડની વસુલાત-India News Gujarat

  • નોટિસ મળતાં જ ફફડી ઉઠેલા બિલ્ડર દ્વારા પોતાની કથિત ભુલનો સ્વીકાર કરીને 6.10 કરોડ રૂપિયાનો GST ટેક્સ ભરપાઈ કરી દેવામાં આવ્યો હતો.
  • વિભાગ દ્વારા સાવન ઈન્ફ્રાવેન્યુ દ્વારા આ પ્રકારની અન્ય કોઈ ગેરરીતિ કરવામાં આવી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
  • સ્ટેટ જીએસટી(GST) વિભાગના અધિકારીઓ દ્વારા ફ્લેટોનું બુકિંગ કરવા છતાં જીએસટી (Tax) ભરવામાં અખાડા કરનાર એક ડેવલપર્સ (Developers) વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીના ભાગરૂપે છ કરોડ રૂપિયાની વસુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
  • સાવન ઈન્ફ્રાવેન્યૂ નામક કંપની દ્વારા 44 ફ્લેટનું વેચાણ કરવા છતાં જીએસટી ન ભરવામાં આવતાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
  • જેને પગલે કંપનીના ડિરેક્ટરો દ્વારા જીએસટી વિભાગમાં છ કરોડ રૂપિયા ટેક્સ પેટે ચુકવવામાં આવ્યા હતા.
  • શહેરના વિવિધ વિસ્તારોમાં રહેણાંક પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સાવલ ઈન્ફ્રાવેન્યુ એલએલપી દ્વારા હાલમાં જ એક પ્રોજેક્ટમાં 44 ફ્લેટનું વેચાણ કરવામાં આવ્યું હતું.

GST Department: પ્રોજેક્ટના 44 ફ્લેટનું બુકિંગ થયું હોવાનુ જણાવ્યું હતું

  • અલબત્ત આ સંદર્ભેની માહિતી કંપની દ્વારા રેરામાં તો જણાવવામાં આવી હતી, પરંતુ આ ફ્લેટના વેચાણ પેટે મળેલી રકમ સંદર્ભે જીએસટી વિભાગમાં કોઈપણ પ્રકારનો ટેક્સ ભરપાઈ કરવામાં આવ્યો ન હતો.
  • જેને પગલે વિભાગ દ્વારા કંપનીના ડિરેક્ટરોને નોટિસ પાઠવવામાં આવી હતી અને બુકિંગ પેટે મળેલ રકમ પર GST ભરવા માટે જણાવવામાં આવ્યું હતું.
  • સમગ્ર પ્રકરણમાં સ્ટેટ GST વિભાગની એન્ટી એવિઝન શાખાને આ સંદર્ભે જાણકારી મળતાં સાવલ ઈન્ફ્રાવેન્યુ એલએલપી વિરૂદ્ધ ગાળિયો કસવામાં આવ્યો હતો.
  • જેમાં કંપનીના ડિરેક્ટરોને નોટિસ પાઠવીને જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દ્વારા રેરામાં પોતાના પ્રોજેક્ટના 44 ફ્લેટનું બુકિંગ થયું હોવાનુ જણાવ્યું હતું, જ્યારે બીજી તરફ GST વિભાગમાં આ ફ્લેટના બુકિંગ પેટે મળેલી રકમ પર કોઈ ટેક્સ ભરવામાં આવ્યો ન હતો.
  • જેના આધારે સઘન તપાસ હાથ ધરતાં આ આંકડો છ કરોડને પાર પહોંચ્યો હતો.
  • જેને પગલે આજે કંપની દ્વારા આ રકમની ભરપાઈ કરવામાં આવતાં અન્ય ડેવલપર્સમાં પણ દોડધામ વધી જવા પામી છે.

GST Department: રેરામાં બુકિંગમાં બતાવતાં બિલ્ડર ભેરવાયા

  • GST વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સાવન ઈન્ફ્રાવેન્યુ નામક કંપનીના બિલ્ડરો દ્વારા પોતાના એક પ્રોજેક્ટમાં 44 ફ્લેટનું બુકિંગ કરવામાં આવ્યું હતું અને આ સંદર્ભે તેઓ દ્વારા રેરામાં જાણકારી અપડેટ કરવામાં આવી હતી.
  • જો કે આ બુકિંગ પેટે મળેલી રકમ પર લાગુ જીએસટી ટેક્સ ભરવામાં આવ્યો ન હતો.
  • જે દરમ્યાન GST આર1 અને 3બી ડેટાનું વિશ્લેષણ કરવામાં આવતાં આખે આખું પ્રકરણ બહાર આવ્યું હતું.
  • પેઢીના ડિરેક્ટરો દ્વારા માસિક GST રિટર્ન નીલ દાખલ કરવામાં વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.
  • નોટિસ મળતાં જ ફફડી ઉઠેલા બિલ્ડર દ્વારા પોતાની કથિત ભુલનો સ્વીકાર કરીને 6.10 કરોડ રૂપિયાનો GST ટેક્સ ભરપાઈ કરી દેવામાં આવ્યો હતો.
  • જો કે વિભાગ દ્વારા સાવન ઈન્ફ્રાવેન્યુ દ્વારા આ પ્રકારની અન્ય કોઈ ગેરરીતિ કરવામાં આવી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

તમે પણ આ વાંચી શકો છો –

Theft of cash from SBI Bank in surat : બેંકમાંથી લાખ્ખોની ચોરી 

તમે પણ આ વાંચી શકો છો –

Demonetization of Which Note? : લોકોએ કરેલી નોટબંધી

SHARE

Related stories

Latest stories