Grishmaનું જાહેરમાં ગળું કાપી હત્યા કરનાર ફેનિલ ને કોર્ટે ફાંસીની સજા આપી
Grishma વેકરીયા હત્યા કેસને રેર ઓફ રેરેસ્ટ કેસ ગણાવ્યો
Grishma Murder case:સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં Grishma વેકરીયા નામની કોલેજીયન યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આજે સુરતની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી. કોર્ટ દ્વારા Grishma વેકરીયા હત્યા કેસને રેર ઓફ રેરેસ્ટ કેસ ગણાવીને આ સજા સંભળાવી હતી.
હત્યાનો સમગ્ર ઘટના ક્રમ
- 12 ફેબ્રુઆરીએ Grishma વેકરીયાને ફેનિલ ગોયાણી નામના યુવાને જાહેરમાં ગળુ કાપીને રહેંસી નાંખી હતી.
- આ ઘટના બાદ ફેનિલે ઝેરી દવા ખાઇને પોતાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો
- પોલીસે આરોપી ફેનિલને ઝડપી લઇ તેને રિમાન્ડ પર લીધો હતો.
- સાત જ દિવસમાં આરોપી ફેનિલ ગોયાણી સામે 600 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી.
- ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં દાખલા રૂપ સજા કરાશે એવી જાહેરાત કરી હતી.
- સુરત જિલ્લા ન્યાયાલયમાં આ કેસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
- આ કેસમાં 190 પૈકી 105 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.
- ૬૯ દિવસમાં કોર્ટે હત્યારા ફેનિલને દોષિત ઠેરવ્યો હતો.
- કોર્ટ દ્વારા ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મેડીકલ પુરાવાઓ પણ ધ્યાનમાં લેવાયા હતા.
- જજ વિમલ કે વ્યાસે સંભળાવી આજે સજા
- જજે સુનાવણી હાથ ધરતા પહેલા પહેલા સંસ્કૃત શ્લોક બોલ્યા
- બપોરે 11.30 કલાકે કોર્ટે સંભળાવી ફેનિલને ફાંસી
- નિર્ભયા અને કસાબના કેસનો પણ કોર્ટે ચુકાદામાં ઉલ્લેખ કર્યો
- પુખ્ત વિચારણા બાદ સજા સંભળાવ્યાનું જણાવ્યુ કોર્ટે
- ગ્રીષ્માના પરિવારજનો કોર્ટ રૂમમાં રડી પડ્યા
આરોપી ફેનિલના ચહેરા પર ગ્રીષ્માની હત્યાનો પસ્તાવો કે કાયદાનો ડર કયારેય જોવા મળ્યો નથી
આ સમગ્ર કાંડમાં એક વાત ઉડીને આંખે વળગી હતી કે આરોપી ફેનિલના ચહેરા પર ગ્રીષ્માની હત્યાનો પસ્તાવો કે કાયદાનો ડર કયારેય જોવા મળ્યો નથી. હત્યાનો કેસ તેના પર દાખલ થયો ત્યાર બાદ પણ ફેનિલે પોતાની તરફેણમાં નિવેદન આપવા બહેનને સૂચના આપી હતી. આરોપીએ ઠંડા કલેજે 1ની હત્યા અને બીજાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસને રેરેસ્ટ ઓફ રેર માનવામાં આવે છે. ગ્રીષ્મા માત્ર 20-21 વર્ષની હતી. તેના સપના હતા. જ્જ આ શબ્દો બોલ્યા ત્યારે ગ્રીષ્માના પરિવારજજનો કોર્ટ રૂમમાં જ રડી પડ્યાં હતાં. ત્યાર બાદ કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે 506 પાનાનું જ્જમેન્ટ આપ્યું હતું.- INDIA NEWS GUJARAT
ગ્રીષ્માના પરિવારજનો ચુકાદો સાંભળીને રડી પડ્યા
જ્યારે ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી ત્યારે તે કોર્ટ રૂમમાં બેસેલો હતો અને તેના ચહેરા પર કોઇ અપરાધના ભાવ જોવા મળ્યા ન હોવાનું જણાયુ હતું. કોર્ટ દ્વારા એવી પણ નોંધ કરવામાં આવી છે કે, જે પ્રકારે જાહેર જનતાને ડર ફેલાય એવા પ્રકારનું કૃત્ય કર્યુ છે. કોર્ટ રૂમમાં જ્યારે ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનિલને સજા સંભળાવવામાં આવી ત્યારે ગ્રીષ્માના પરિવારજનો કોર્ટ રૂમમાં હાજર હતો અને તેઓ ફાંસીની સજાનો ચુકાદો સાંભળીને રડી પડ્યા હતા.
મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ આ અંગે જણાવ્યુ હતુ કે, કોર્ટ દ્વારા ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના ચુકાદા દરમ્યાન દિલ્હીની નિર્ભયા ગેંગરેપ કમ હત્યા કેસ સહિત કસાબના કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા રેર ઓફ રેરેસ્ટ કેસને અનુરૂપ હોવાનું તેમજ સમગ્ર ઘટના ક્રમને ધ્યાનમાં લઇને આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. – INDIA NEWS GUJARAT
કોર્ટે ફેનિલને મૃત્યુદંડની સજા સંભળાવી સમાજમાં દાખલો બેસાડ્યો છે. ભોગ બનનારને વળતર મળે તેવી પણ પ્રક્રિયા કોર્ટે કરી છે. બીજી બાજુ ફેનિલના વકીલે જણાવ્યું છે કે તે હાઈકોર્ટમાં આ ચૂકાદાને પડકારશ:સરકારી વકીલ નયન સુખડવાલા