Gopal Italia : ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરાઈ. હીરા જોટવા દ્વારા સભાને સંબોધન ‘ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરાશે” 10 દિવસ તમે મારા માટે જાગો ‘.
જુનાગઢ શહેરમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું
લોકસભા જુનાગઢ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવાના ચુંટણી પ્રચારમાટે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની જુનાગઢ શહેરમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું. ભાજપના કોઈ પણ નેતા મોંઘવારી પર બોલતા નથી. સંવિધાન બચાવવા માટે દરેકે ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરાઈ હતી. ઉપરાંત ગોપાલ ઈટાલીયા ભાજપના નેતાઓના વિસાવદરમાં વાણી વિલાસની પણ ટીકા કરી હતી.
વિપક્ષના મોટા 25 નેતાઓ પર રેડ પડાઈ
જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં આ સભા યોજાઈ હતી. જેમાં ગોપાલ ઈટાલીયાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ભાજપના લોકો એવુ કહે કે કોંગ્રેસ અને આપ વાળા ભેગા કેમ થયા તો મારે તેમને કહેવું છે કે પાડોશી સાથે નાની મોટી બાબતમાં ઝગડા થતા હોય પણ પહેલો સગો પાડોશી જ કહેવાઈ.. તેમ અમે બધા પક્ષો લોકસાહી બચાવવા ભેગા થયા છીએ. 2014 બાદ CbI અને ED દ્વારા વિપક્ષના મોટા 25 નેતાઓ પર રેડ પડાઈ.. ભાજપે CBI નો ગેર ઉપયોગ કર્યો છે. આજે દરેક ભાજપી 400 પાર વાત કરે છે પરંતુ પહેલા ગેસના બાટલાને 400 એ લાવો. આ ચૂંટણીમાં તમારે તમારા છોકરાનું મોઢું જોય મત આપવાનો છે..ભાજપ વાળા રામના નામે મત માગવા નીકળ્યા છે. રામે એક મિનિટમાં રાજ છોડી દીધેલ પરંતુ ક્ષત્રિય સમાજના વિરોધ છતા ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ ન મુકાવી.
Gopal Italia : MP ફોન ન ઉપાડે અથવા જોવા ન મળે તો તેમની સામે જોવાનું નથી
બીજી તરફ હીરા જોટવા દ્વારા સભાને સંબોધન કરાયું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ભાજપ દ્વારા વાહીયાદ વાતો કરાઇ છે કે જૂનાગઢના MP ફોન ન ઉપાડે અથવા જોવા ન મળે તો તેમની સામે જોવાનું નથી. જૂનાગઢ અને વેરાવળમાં GIDC બનાવવાનું કામ કોંગ્રેસ સરકારમાં થયેલ છે. જો કોંગ્રેસ અને ગઠબન્ધન સરકાર આવશે તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરાશે.. ઉપરાંત જે ગ્રેજ્યુટ હશે તેમને સ્ટાઈપન પણ અપાશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 10 દિવસ તમે મારા માટે જાગો હું આગામી 5 વર્ષ તમારા માટે જાગીશ તેમ પણ જણાવ્યુ હતું.
તમે આ પણ વાંચી સકો છો :
Weather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ જોઓ વિડીઓ
તમે આ પણ વાંચી સકો છો :