HomeGujaratTruck Association: પ્રધ્યુમનસિંહ, વાસણ આહિરના પુત્રના જૂથ વચ્ચે ઝપાઝપી – India News Gujarat

Truck Association: પ્રધ્યુમનસિંહ, વાસણ આહિરના પુત્રના જૂથ વચ્ચે ઝપાઝપી – India News Gujarat

Date:

Truck Association: 10 એક હજાર ટ્રક માલિકોને સાંકળી લેતા અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસીએશનના પ્રમુખ પદને લઈને આજે ભુજના કુકમા ગામે મળેલી બેઠકમાં બંને જૂાથો સામસામે આવી ગયા હતા.

એસોસીએશનના પ્રમુખ પદને લઈને કુકમા ગામે બેઠક

કચ્છ જીલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓના પ્રશ્ર્ન ન સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામા છે. પચ્છિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પદ્યુમનસિહ જાડેજા ધણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જીલ્લા ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઇને કુકમાં ખાતે એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા કર્યા પ્રયત્નો

જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ વાસણ આહિરના પુત્ર નવધણ આહિર કે જે વર્તમાન અને 7 વર્ષથી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ પણ છે. તે તથા વાસણ આહિર પરિવારના અન્ય સભ્ય અને સમર્થકો સાથે હાજર રહ્યા હતા તો બીજી તરફ અર્જુનસિંહ, ધારાસભ્ય પદ્યુમનસિંહ અને તેમના પરિવારના બ્રિજરાજસિંહ જાડેજા સહિત તેના સમર્થકોની હાજરીમાં કુકમા ખાતે એક બેઠક મળી હતી. જેમાં પ્રમુખ પદ્દને લઇને મામલો ગરમાતા બન્ને જુથ્થના સમર્થકો સામે-સામે આવી ગયા હતા. પ્રમુખ પદ્દ માટે બે જુથ્થો પડી જતા પહેલાથીજ નવાજુની થવાની સંભાવનના પગલે પોલીસે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેને કારણે મામલો થોડા આક્રમક વિરોધ બાદ શાંત થયો હતો પરંતુ પોલીસને હળવો બળપ્રયોગ કરી મામલો શાંત કરવો પડ્યો હતો.

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખને લઇને નવગણ આહિરના સમર્થકોએ તેને પ્રમુખ પદ્દ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો તો બીજી તરફ પદ્યુમનસિંહ જાડેજા પરિવારના બ્રીજરાજસિંહ જાડેજાનુ સન્માન કરી અન્ય જુથ્થે તેને સમર્થન આપ્યુ હતુ. પધ્ધર તથા અન્ય મહત્વની બ્રાન્ચના પોલીસ કર્મચારીએ બળપ્રયોગ બાદ મામલો થાડે પાડ્યો હતો પરંતુ એક સમયે નિવેદનબાજી દરમ્યાન બન્ને જુથ્થના સમર્થકો હાથાપાઇ પર આવી ગયા હતા પદ્યુમનસિહ જાડેજાએ સ્ટેજ પરથી નવગણ આહિરના હાથમાંથી માઇક લેતા ભારે સુત્રોચાર સાથે મામલો તંગ બન્યો હતો. હાલ બન્ને જુથ્થે પોત-પોતાના સમર્થન જાહેર કરી પ્રમુખ તરીકે નામો જાહેર કર્યા છે ત્યારે જોવુ રહ્યુ હવે આગામી સમયમાં આ મામલો કેટલો ઉગ્ર બને છે.લાંબા સમયથી વાસણ આહિર પરિવારનો કચ્છથી લઇ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસીયેશનમાં દબદબો રહ્યો છે.

Truck Association: એકવાર બેઠક કે કારોબારી બોલાવાઇ નથી

બીજી તરફ પદ્યુમનસિંહ જાડેજા પરિવાર પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પકડ ધરાવે છે તેવામાં નવા પ્રમુખ પદ્દ માટે શરૂ થયેલા આ વિવાદમા શુ નિર્ણય આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. જો કે બેઠક બાદ મામલાની સંપુર્ણ સત્ય વિગતો અને વિવાદના મુળ બાબતે વધુ વિગતો બહાર આવશે પદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે ટ્રાન્સપોર્ટ એસોસીયેશના પ્રમુખ તરીકે 7 વર્ષમા એકવાર બેઠક કે કારોબારી બોલાવાઇ નથી. જેને લઇને ટ્રાન્સપોર્ટરોમા રોષ હતો કોઇ સામે વાંધો નથી તો બીજી તરફ નવગણ આહિરે ધારાસભ્યને ગરીમાં જાળવવા ટકોર કરી હતી. અને તેમનુ સંગઠન અને સમર્થન લોકોએ જાહેર કર્યુ છે તે મુજબ ટીમ કામ કરશે તેવો દાવો કર્યો હતો.

આમત્રંણ વગર આવેલા વિધ્નસંતોષીઓ પર તેને આરોપ મુકી ટ્રાન્સપોર્ટના વિકાસની વાત તેણે કરી હતી. પોલીસ ને પન મારા મારી માં નાક પર લોહી નીકળ્યું તો અન્ય એક ટ્રક વાડા ને મારા નારીમાં માથામાં લોહી નીકળ્યું હતું તેને પોલીસ પર આક્ષેપ કર્યો હતો.

તમે આ પણ વાંચી સકો છો :

Weather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ જોઓ વિડીઓ

તમે આ પણ વાંચી સકો છો :

JEE Main Result : જેઈઈ પરિણામમાં સુરતના બે વિદ્યાર્થી ઝળક્યા, એક વિદ્યાર્થીના માતાપિતા તો ખુલ્લી જગ્યામાં કપડા વેચી ગુજરાન ચલાવે છે !

SHARE

Related stories

Latest stories