સુરતની સ્વાદિષ્ટ ઘારી
સુરતની ઘારી:Ghari of Surat:ગુજરાતના આર્થિક પાટનગર એવું સુરત શહેર ટેકસટાઇલ અને ડાયમંડ ઉધોગ માટે ખૂબ જ પ્રચલિત છે. તેમજ સુરતની ઘારી પણ વિશ્વ પ્રસિધ્ધ થઈ ગઈ છે સુરતની ખમણી,લોચો અને ભુસો
નાસ્તામાં ખુબજ વખણાય છે પણ સુરતની કેસર, બદામ ,પિસ્તા વાળી ઘારીની જો વાત કરીએ તો મોઢામાં પાણી આવ્યા વગર રહે જ નહીં સુરતની પ્રખ્યાત ઘારીની જો વાત કરીએ તો જમનાદાસની ઘારી,મોતી હરજી કે મોહન મીઠાઈ વાળાની ઘારીનું નામ સુરતના લોકો કહેતા હોય છે. સુરતનો જાણીતો, માનીતો, મનગમતો અને લોકપ્રિય તહેવાર ચંદની પડવાના દિવસે શુધ્ધ ઘીની બદામ કેસર વાળી ઘારીનો સ્વાદ માણતાં હોય છે. આ દિવસે ધારી દુકાનો પર માનવ મહેરામણ નો હજુમ જોવા મળે છે.
ઘારીનો ઇતિહાસ 200 વર્ષ થી વધુ જૂનો
સુરતની ઘારી:Ghari of Surat:સુરતની ઘારી માટે એમ કહેવાય છે કે સુરતનાં દેવશંકર શુક્લ નામના બ્રાહ્મણે સંત નિર્મળદાસજીને પહેલી વખત માવા અને ઘીમાંથી ઘારી બનાવીને ખવડાવી હતી. સંત નિર્મળદાસજીને દેવશંકર શુક્લની ઘારી એટલી બધી ભાવી કે તેમણે આ મીઠાઇ ખાતા ખાતા દેવશંકરને આશીર્વાદ આપ્યાં હતાં કે તમારા દ્વારા બનાવાયેલી આ ઘારી દેશ વિદેશમાં અત્યંત લોકપ્રિય બનશે. અને થયું પણ એવું જ. દેવશંકર શુક્લાએ ૧૮૩૮માં સુરતનાં લાલગેટ પાસે ‘દેવશંકર ઘારીવાળા’નાં ટ્રેડમાર્ક હેઠળ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી હતી
સુરતની ઘારી:Ghari of Surat:સુરતની ઘારીનાં ઇતિહાસ સાથે એક બીજો પણ રસપ્રદ કિસ્સો સંકળાયેલો છે. 1857 નાં આપણાં પહેલા વિપ્લવ વખતે તાત્યા ટોપે તેમનાં સૈન્ય સાથે થોડાં દિવસ સુધી સુરત ખાતે રોકાયા હતાં. આ દરમિયાન દેવશંકર શુક્લએ તાત્યા ટોપેની મહેમાનનવાજી કરતા તેમને ઘારી ખવડાવી હતી. તાત્યા ટોપેને દેવશંકર શુક્લાની ઘારી એટલી બધી ભાવી કે તેમણે દેવશંકરને તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવવાની વિનંતી કરી. ખાવા કરતા ખવડાવવાનાં શોખીન અને મહેમાન નવાજીમાં અવ્વલ એવાં સુરતી મિજાજના દેવશંકર શુક્લાએ બીજા દિવસે તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવી. આ દિવસ હતો આશો વદ પડવાનો એટલેકે ચંદની પડવાનો.તેથી આ દિવસથી સુરતમાં ઘારી ખાઇને ચંદી પડવાનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઇ હતી.
સુરત ઘારી ના વ્યાપારીઓ નો સ્વતંત્રતા સંગ્રામ માં સહયોગ
સુરતની ઘારી:Ghari of Surat:સુરતી ચંદની પડવો ઉજવાય છે ત્યારથી સુરતીઓ ભરપુર ઘારી નો સ્વાદ અચૂક માણે છે.પણ 1942 માં તો સુરત માં ઐતિહાસિક ઘટના બની ગઈ ચંદની પડવાના દિવસે પણ સુરતીઓએ ઘારી નો સ્વાદ ન માણયો કારણ હતું દેશના લોકો આઝાદી માટે શહીદી વ્હોરી રહ્યા હોય ત્યારે આપણે કઇ રીતે ઘારી ખાઇ શકીએ..? જમનાદાસ ઘારીવાલાના સવાલ સાથે સમગ્ર સુરતીઓ લગભગ ચંદની પડવાના દિવસે ઘારીથી દૂર રહ્યા,ક્વીટ ઇન્ડિયા અને કરેંગે યા મરેંગે આંદોલનને ટેકો આપવા સુરતનાં મીઠાઇ-ફરસાળવાળાઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો,આ વિરોધની નોંધ આજે પણ લહેવાય છે.આમ ઘારી સુરતની શાન જ નહીં પણ સ્વાધીનતા માટેનું ગૌરવ પણ કહી શકાય..
આ પણ વાંચી શકો છો :રેવન્યુ સ્ટેમ્પ:Revenue stamp:INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો છો :વડનગર પ્રાચીન સંસ્કૃતિનો વારસો:Vadnagar is a heritage of ancient culture:INDIA NEWS GUJARAT