HomeBusinessFruitful Meeting Of Chief Minister Bhupendra Patel/જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રોના પ્રેસિડેન્ટ સાથે...

Fruitful Meeting Of Chief Minister Bhupendra Patel/જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રોના પ્રેસિડેન્ટ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફળદાયી બેઠક/INDIA NEWS GUJARAT

Date:

જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રોના પ્રેસિડેન્ટ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફળદાયી બેઠક

ગુજરાત સાથે જેટ્રોની લાંબા સમયની સહભાગીતાથી રાજ્યમાં રોકાણો મોટા પાયે આકર્ષિત થયા છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, મેડિકલ ડિવાઇસીસ, બલ્ક ડ્રગ, ટેક્સટાઇલ અને સીરામીક જેવા નવા ક્ષેત્રોમાં રોકાણો મેળવવા જેટ્રોની પાર્ટનરશીપ આવકાર્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ડેલિગેશન સાથેના જાપાન પ્રવાસના બીજા દિવસે જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રોના પ્રેસિડન્ટ શ્રીયુત સુસુમુ કટાઓકા સાથે ફળદાયી બેઠક યોજી હતી.

જેટ્રોએ જાપાન અને વૈશ્વિક વેપાર સમુદાય વચ્ચે આર્થિક ભાગીદારી અને સહયોગ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
એટલું જ નહીં ગુજરાતમાં પણ જેટ્રો લાંબા સમયથી સહયોગી રહ્યું છે. તેની આ બેઠકમાં વિશદ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જાપાની ઉદ્યોગો કંપનીઓને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત કરવા અને સહાયરૂપ થવા જેટ્રોએ અમદાવાદમાં બિઝનેસ સપોર્ટ સેન્ટર શરૂ કર્યું છે તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, મેડિકલ ડિવાઇસીસ, જેવા સેક્ટર્સમાં અગ્રેસર બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે.
આ સંદર્ભમાં જેટ્રો સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, બલ્ક ડ્રગ, મેડિકલ ડિવાઇસીસ, સીરામીક એન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં રોકાણો આકર્ષવામાં સહભાગી થઈ શકે તેમ છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

જેટ્રોના પ્રેસિડેન્ટ અને પદાધિકારીઓએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્ની અંગે જાણવામાં ઉત્સુકતા દર્શાવી હતી અને જેટ્રો ગુજરાત સાથે સંબંધો વ્યાપક બનાવવા તત્પર હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેટ્રોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories