સુરત Crime Branch માં પ્રથમ મહિલા DCP
સુરતમાં ક્રાઈમ રેટ ઓછો કરવા અને લોકો સાથે મળીને કામ કરવા નિર્ધાર સુરતના ઈતિહાસમાં પ્રથમવાર Crime Branch મહિલા DCP તરીકે રૂપલ સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે. 14 ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત Crime Branch ના ડીસીપી તરીકેનો ચાર્જ સંભળાવ્યો છે.સાથે જ જણાવ્યું કે ક્રાઈમ રેટ ઓછો કરવા માટે ટીમ સાથે મળીને પ્રયાસ કરવામાં આવશે સાથે જ શી ટીમ વધુ રસ લઈને મહિલાઓ સાથેના અત્યાચારો ઓછા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. -India News Gujarat
બાળકને જન્મ આપ્યાનાં 21 માં દિવસ બાદ ચાર્જ સંભાળ્યો
નોંધનીય છે કે, Crime Branch ના ડીસીપી રૂપલ સોલંકી બાળકને જન્મ આપ્યાનાં 21 માં દિવસ બાદ આ ચાર્જ સંભાળ્યો છે. જ્યારે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે, માતા બન્યા બાદ સ્ત્રી વધુ મજબૂત બને છે. સુરતમાં શહેરમાં સતત વધી રહેલા ક્રાઇમ રેટને સુધારવાની મારી પ્રાથમિકતા રહેશે. આ સિવાય મહિલાઓ સાથેના અત્યાચાર શૂન્ય પર પહોંચે તેના પર ખાસ ધ્યાન રહેશે.
14 ફેબ્રુઆરીએ બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપનાર રૂપલ સોલંકીએ આજે સુરત ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ કહ્યું હતું કે, મેં મેરીકોમ નામની ફિલ્મ જોઈ હતી જેમાં મેરીકોમ પોતાના જોડિયા સંતાનો સાથે તાલિમ મેળવવા કોચ પાસે જતી હોય છે .આ ફિલ્મનો એક ડાયલોગ મને યાદ છે કે , સ્ત્રી માતા બને ત્યારે વધુ મજબૂત થઈ જતી હોય છે .હું મારા કામની સાથે પરિવારની પણ જવાબદારી સંભાળીશ.-India News Gujarat
બાળકોને લગતા ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે પણ પ્રયાસો કરીશ : DCP
મહિલાઓ માટે પણ કામ કરીશ સુરતમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે સરકાર સાથે અને કમિશનરના માર્ગદર્શન પ્રમાણે કામ કરવાનું કહેતા રૂપલ સોલંકીએ કહ્યું હતું કે , શહેરમાં મહિલાઓ માટે શી ટીમ કામ કરે છે . આ ટીમમાં પણ હું રસપૂર્વક કામ કરીશ . સાથે જ બાળકોને લગતા ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.-India News Gujarat
પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેલ – ફિમેલ જેવો કોઈ જ ભેદભાવ હોતો નથી
જવાબદારી સંભાળવા તત્પર સુરતમાં સૌ પ્રથમ વખત મહિતા ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ રૂપલ સોલંકીએ કહ્યું હતું કે , પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેલ – ફિમેલ જેવો કોઈ જ ભેદભાવ હોતો નથી . મને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવો ભેદભાવ પણ ક્યારેય ફિલ થયો નથી . જે જવાબદારી મળે તેને સંપૂર્ણ નિષ્ઠાથી સંભાળવાની હોય છે.સુરતમાં પ્રથમવાર આ પ્રકારની જવાબદારી મળી છે જેને નિભાવવા હું એક્સાઈટેડ છું.હાલમાં જ સરકારે તેમને ડીવાયએસપી માંથી પ્રમોશન આપી DCP બનાવ્યા છે.
કોરોના કાળમાં DCP કામગીરીની સરકારે પણ નોંધ લીધી હતી
મહત્વની વાત એ છે કોરોના લોકડાઉનની પરિસ્થિતિમાં DY.SP. RUPAL SOLANKI ની કામગીરીની રાજ્ય કક્ષાએ નોંધ લેવાઈ રહી છે. એમની કડકાઈ સાથે પ્રજાને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રકારનું મેનેજમેન્ટ કયું હતું .જાણે બારડોલીને નાના બાળક સમાન હેતથી સાચવી કોરોનાના કહેરથી બચાવી રાખ્યું છે. એમની આ કામગીરીને સન્માન આપતા નગરના જ એક કલાકારે એમનો સ્કેચ બનાવી કામગીરીને સલામ કરી છે. -India News Gujarat
તમે આ વાંચી શકો છો: Railways Recruitment: 1200 જગ્યાઓ માટે ભરતી
તમે આ વાંચી શકો છો: Consul General of Belgium P. Brusselsman GJEPCની મુલાકાતે