E scooter : SMC દ્વારા ઇ-ચાર્જિંગ સ્ટેશન વધાર્યા બાદ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા હજી વધવાનું અનુમાન-India News Gujarat
- E Scooter આરટીઓ (RTO) અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર પ્રોત્સાહન આપવામાં આવતા હજી આ આંકડો વધે તેવી સંભાવના છે.
- કારણ કે આવનારા દિવસોમાં SMC દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા પણ વધારવામાં આવનાર છે.
- ઇલેક્ટ્રિક વાહનો (Vehicles )માટે દેશમાં પ્રથમ અને અલાયદી પોલિસી(Policy ) બનાવનાર SMCને શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની દૃષ્ટિએ પોલિસીને કારણે ઘણી સફળતા(Success ) મળી રહી હોવાનો દાવો SMC કમિશનરે કર્યો છે .
- પોલિસી તૈયાર થઇ ત્યારે શહેરમાં કુલ 1043 જેટલાં ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા જ્યારે પોલિસી અમલી બનાવ્યા બાદ ગણતરીના મહિનાઓમાં જ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધીને 4 હજાર થી વધુ થઇ ગઇ છે.
- Surat RTO ચોપડે નોંધાયેલા આંકડા અનુસાર એક વર્ષમાં 250 થી વધુ ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે 4305 ઈલેક્ટ્રીક ટુ વ્હીલર્સ વેચી શકાયા હતા.
1 લાખ કરતા વધારે ટુ વ્હીલ (Vehicles )વાહનો થયા રજીસ્ટર્ડ
- આરટીઓમાં (RTO)વર્ષ 2021-22માં કુલ 1,00,270 ટુ વ્હીલર રજીસ્ટર્ડ થયા છે. જેની કિંમત 900 કરોડ સુધીની થાય છે.
- RTOમાં દરરોજ 200 ટુ વ્હીલર વાહનોનું રજીસ્ટ્રેશન થાય છે. જોકે ઇલેક્ટ્રિક વાહનો ફક્ત 4305 જ વેચી શકાયા છે.
- જોકે RTO અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર પ્રોત્સાહન આપવામાં આવતા હજી આ આંકડો વધે તેવી સંભાવના છે. કારણ કે આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા પણ વધારવામાં આવનાર છે.
આગામી વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધે તેવી સંભાવના
- Surat RTO પાસેના ડેટા અનુસાર, એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધીમાં, સુરતમાં મોટા પ્રમાણમાં કારની ખરીદી થઈ હતી.
- વેચાણની દૃષ્ટિએ જ્યાં ઈલેક્ટ્રિક કાર 500ના આંકને નજીકના દિવસોમાં વટાવે તેવી શક્યતા છે.
- SMC દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઊભી કરવા માટે કામગીરી થઇ રહી છે અને પ્રતિવર્ષ 20 ટકાના વૃદ્ધિ દરને ધ્યાને રાખી 2030 સુધી શહેરમાં 11 લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતાં થઇ શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
- આ માટે અલાયદી પોલિસી તૈયાર કરી છે અને આ પોલિસીના ઘણાં સકારાત્મક પરિણામો પણ ગણતરીના મહિનાઓમાં નજરે પડી રહ્યા છે.
પેટ્રોલ – ડિઝલના ભાવમાં અતિશય વૃદ્ધિને કારણે હવે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે
- શહેરમાં 50 લોકેશનો પર પીપીપી ધોરણે ખાનગી પર્યાવરણની જાળવણી તથા પેટ્રોલ – ડિઝલના ભાવમાં અતિશય વૃદ્ધિને કારણે હવે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે .
- સરકારની સૂચના મુજબ SMC દ્વારા પણ શહેરમાં પેટ્રોલ ડિઝલને બદલે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધે તે માટે વિવિધ પ્રકારના પ્રોત્સાહનો એજન્સીઓને પણ ચાર્જિંગ સ્ટેશન માટે પોલિસી અન્વયે જગ્યાની ફાળવણી કરાશે.
- હાલ ઇલેક્ટ્રિક વાહનોની પોલિસીના અમલના પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી માફી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જયારે SMC સંચાલિત પે એન્ડ પાર્કના સ્થળે વિનામૂલ્યે પાર્કિંગનો લાભ આપવામાં આવે છે.
તમે આ પણ વાંચી શકો છો ;Television News: શું Koffee With Karan 7 પર લાગશે તાળું? સોશિયલ મીડિયા પર ઉઠી બહિષ્કારની માંગ
તમે આ પણ વાંચી શકો છો ;Elon Musk દ્વારા Twitter: ખરીદવાથી CEO Parag Agrawal નારાજ, ટ્વિટ દ્વારા નારાજગી વ્યક્ત કરી