HomeToday Gujarati NewsDon 3:શાહરૂખ નહીં રણવીર બનશે નવો ડોન!

Don 3:શાહરૂખ નહીં રણવીર બનશે નવો ડોન!

Date:

શાહરૂખ ખાનની ફિલ્મ Don 3 ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. ફિલ્મને લઈને વિવિધ પ્રકારના અપડેટ્સ સામે આવી રહ્યા છે. ફિલ્મને લગતા ચોંકાવનારા સમાચાર ગત દિવસે સામે આવ્યા, જ્યારે ચાહકોને ખબર પડી કે કિંગ ખાન Don 3માં જોવા નહીં મળે. જ્યાં એક તરફ લોકો આનાથી નિરાશ થયા છે, તો બીજી તરફ તેઓ ઇચ્છતા હતા કે કિંગ ખાન Don 3 માં જોવા નહીં મળે. જાણો ફિલ્મમાં શાહરૂખનું સ્થાન કોણ લેશે.

હવે આ વાતનો પણ ખુલાસો થયો છે. નવા ડોન માટે આ સુપરસ્ટારનું નામ સામે આવી રહ્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન બાદ હવે રણવીર ડોન બનવા માટે તૈયાર છે. અહેવાલ છે કે ફરહાને આ ફિલ્મની જાહેરાત કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તે ધમાકેદાર રીતે ત્રીજા ભાગની જાહેરાત કરવા માટે તૈયાર છે. ‘ડોન 3’નું ટીઝર આ અઠવાડિયે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. રણવીરને નવા ડોન તરીકે રજૂ કરવા માટે નિર્માતાઓ ખૂબ જ ઉત્સાહિત છે.સમાચાર છે કે રણવીર ફિલ્મ ‘બૈજુ બાવરા’નું શૂટિંગ પૂરું કર્યા પછી ‘ડોન 3’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ 2025માં રિલીઝ થઈ શકે છે.

SHARE

Related stories

Latest stories