૪૨૦૦ વિદ્યાર્થીઓ ને મંત્રીના હાથે લેપટોપ અને સાયકલ અપાઈ, પરંતુ દાદરા નગરહવેલીની અબ્દુલ કલામ કોલેજ ના વિદ્યાર્થીઓ ને કોણીએ ગોળ ચોટાડ્યો
ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ કોલેજના વિધાર્થીઓએ લેપટોપ મુદ્દે રેલી કાઢી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ગયા મહિને દાનહની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન 4200 જેટલા વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.પરંતુ દાનહમાં આવેલી એકમાત્ર સરકારી કોલેજના વિધાર્થીને એમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને ભેદભાવ કરવામાં આવ્યો હોવાનું જણાવી આજે ડો.એ.પી જે અબ્દુલ કલામ કોલેજના વિધાર્થીઓએ કોલેજથી કલેકટર કચેરી સુધી રેલી કાઢીને લેપટોપ આપવામાં આવે એવી માંગ કરી હતી.વિધાર્થીઓએ રેલી કાઢતા સેલવાસ મામલતદાર પોલીસ કર્મચારીઓ સાથે વિધાર્થીઓને મળીને આ મામલે સમાધાન કરવા માટે પહોચ્યાં હતા