HomeGujaratવિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે રૂદ્રાણી માતા જાગીર ખાતે રૂ.૨૯૫ લાખના વિકાસકામો...

વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે રૂદ્રાણી માતા જાગીર ખાતે રૂ.૨૯૫ લાખના વિકાસકામો તેમજ સુમરાસર જેટીગ મશીનનું લોકાર્પણ – INDIA NEWS GUJARAT

Date:

આજરોજ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે રૂદ્રાણી માતા જાગીર ખાતે રૂ.૨૯૫ લાખના વિકાસકામો તેમજ ઢોરી-સુમરાસર-કુનરીયાના જેટીગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષશ્રીએ લાખો રૂપિયાના વિકાસના કાર્યો માટે સરકારશ્રીના આભાર સાથે પ્રજાજનો અભિનંદન પાઠવ્યા હતા.

અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆત મુજબના પ્રજાલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે. રજૂઆતો મુજબ તમામ રોડ રિસર્ફેસિગના કામો સરકારે મંજૂર કર્યા છે. મંજૂર થયેલા વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે જોવા માટે અધ્યક્ષાશ્રીએ પદાધિકારીઓને-જનતાને અનુરોધ કર્યો હતો. તેઓએ ઉમેર્યું કે, પવિત્ર યાત્રાધામ રૂદ્રમાતા જાગીરના વિકાસ માટે સરકારશ્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને ત્વરિત ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી પંચાયત પારૂલબેન કારાએ દિવાળી પર્વ સૌના જીવનમાં ખુશીઓ લાવે એવી શુભેચ્છાઓ પાઠવી કહ્યું હતું કે, સરકારશ્રીની તત્પરતાના લીધે આજે અનેક યાત્રાધામનો વિકાસ થઈ રહ્યો છે. વિધાનસભા અધ્યક્ષશ્રીના સતત માર્ગદર્શન અને પ્રયત્નોના લીધે રૂદ્રાણી માતા જાગીરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ થયો છે. વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં અનેક વિકાસકામો દેશમાં થઈ રહ્યા છે.

BY: Dharam, kutch

SHARE

Related stories

Latest stories