HomeGujaratદેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને સતત બીજા વર્ષે બ્લૂ ફ્લેગ સર્ટીફિકેટ મળ્યું...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને સતત બીજા વર્ષે બ્લૂ ફ્લેગ સર્ટીફિકેટ મળ્યું છે.-INDIA NEWS GUJARAT

Date:

Devbhoomi Dwarka જિલ્લાના શિવરાજપુર બીચને સતત બીજા વર્ષે બ્લૂ ફ્લેગ સર્ટીફિકેટ મળ્યું છે.-LATEST NEWS

વર્ષ 2021-22 બ્લૂ ફ્લેગ સર્ટીફિકેટ મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે શિવરાજપુર બીચને સ્થાન મળતા વધુ વિકાસને વેગ મળશે.--LATEST NEWS

Devbhoomi Dwarka જિલ્લાના શિવરાજપુર બીચને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચને બીજા વર્ષે બ્યૂ ફ્લેગ સર્ટીફિકેટ મળ્યું છે અને ગઈકાલે યોજાયેલી ફ્લેગ સેરેમનીમાં ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો-LATEST NEWSBlue flag flutters high in Shivrajpur beach | Rajkot News - Times of India

Devbhoomi Dwarka તાલુકાના શિવરાજપુર ગામે આવેલા બીચને બ્લૂ ફ્લેગ બીચનો દરજ્જો મળતા યાત્રાધામ દ્વારકા પ્રવાસન ક્ષેત્રને વિકાસની નવી ગતિ મળી છે. કુદરતના અદભૂત સૌંદર્યનો નજારો જોવા શિવરાજપુર બીચ ખાતે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે. અહીંની સુંદરતા જોઈને જ આંખો ચાર થઈ જાય છે, બ્લુ કલરનું એકદમ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયા કિનારો પ્રવાસીઓ જાણે વિદેશમાં ફરતા હોય તેવી અનુભૂતિ કરાવે છે.-LATEST NEWS

ત્યારે આ દરિયાની સુંદરતા અને સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકાના શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.-LATEST NEWS

Devbhoomi Dwarkaમાં આવેલો બ્લૂ ફ્લેગ ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત અને રળીયામણો હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવે છે.જેથી સ્વચ્છતાના ભાગરૂપે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. શિવરાજપુર બીચ પર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં પ્લાસ્ટીકના ઉપયોગ, વાહનોની અવર-જવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 20 મે સુધી અમલમાં રહેશે.-LATEST NEWS

SHARE

Related stories

Latest stories