HomeGujaratCitizens of Surat સ્વચ્છતા સર્વેક્ષણ feedback આપવામાં ઉદાસીન-India News Gujarat

Citizens of Surat સ્વચ્છતા સર્વેક્ષણ feedback આપવામાં ઉદાસીન-India News Gujarat

Date:

સ્વચ્છતા સર્વેક્ષણ feedback આપવા મેયરે કરી અપીલ

Surat:સ્વચ્છતા સર્વેક્ષણ-2022 માટે સિટીઝન feedback નો પ્રારંભ ગત પહેલી માર્ચથી થઇ ગયો છે અને 30 એપ્રિલ સુધી નાગરિકો અલગ-અલગ પાંચ પ્લેટફોર્મ થકી શહેરની સ્વચ્છતા બાબતે feedback આપી શકે છે.જો કે આ વખતે સિટીઝન feedback ની મર્યાદા પૂર્ણ થવામાં માત્ર ત્રણ દિવસજ બાકી છે અને શહેરીજનોનો પ્રતિસાદ ઓછો દેખાતા મેયરે લોકોને feedback આપવા અપીલ કરી છે.-India News Gujarat

  • સ્વચ્છતા સર્વેક્ષણ ફીડબેકમાં લોકોની ઉદાસીનતા
  • ફીડબેકની મર્યાદા પૂર્ણ થવામાં માત્ર ત્રણ દિવસજ બાકી
  • સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર-1 બનાવવા માટે તંત્ર કટિબદ્ધ

સ્વચ્છતા સર્વેક્ષણ અંતગર્ત ગતવર્ષે સિટીઝન feedback માં મનપાને ત્રણ પ્લેટફોર્મ થકી કુલ 4,79,266 નાગરિકોના ફીડબેક મળ્યા હતા.જ્યારે આ વખતે સિટીઝન feedback ની મર્યાદા પૂર્ણ થવામાં માત્ર ત્રણ જ દિવસ બાકી છે. ત્યારે ફક્ત હજાર શહેરીજનોએ feedback આપ્યા છે.-India News Gujarat

શહેરીજનોની ઉદાસિનતા વહિવટીતંત્ર માટે ચિંતાનો વિષય 

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર-1 બનાવવા માટે તંત્ર કટિબદ્ધ છે, ત્યારે શહેરીજનોની આવી ઉદાસિનતા વહિવટીતંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે.જે થી મનપા તંત્ર દ્વારા એડીચોટીનું જોર લગાવીને મહત્તમ નાગરિકો દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2022 માટે નક્કી કરાયેલ પાંચ પૈકી એકપ્લેટફોર્મ ૫૨ શહેરની સ્વચ્છતા પૂછાનાર સવાલોના જવાબ તે માટે વ્યવસ્થા ગોઠવવામાં રહી છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં બે-ત્રણ વર્ષથી પ્રથમ ક્રમ મેળવનાર ઇન્દોરમાં 1.81 લાખ નાગરિકોએ ફીડબેક આપ્યા છે. જ્યારે સુરતનો દેખાવ સિટીઝન feedback માં હાલ કંગાળ છે. સ્માર્ટ સિટી સમિટમાં વ્યસ્ત વહિવટીતંત્ર દ્વારા ગતવર્ષની જેમ સિટીઝન feedback માટે શરૂઆતથી મોટાપાયે ઝુંબેશ હાથ ધરી નથી તેને કારણે પણ નાગરિકો જાગૃત થયા ન હોવાનું કારણ પણ છે.-India News Gujarat

સ્માર્ટ સીટી સમિટ માં પણ સ્વચ્છતાની બાબતે સુરત કરતા અન્ય શહેરો બાજી મારી ગયા

જે થી હાલ સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘવાલાએ લોકોને feedback આપવા અને શહેરને પ્રથમ ક્રમનું સ્વચ્છ શહેર બનાવવા નાગરિકોને આગળ આવવા અપીલ કરી છે આમ,કોર્પોરેશન દ્વારા ફરી વાર લોકોને સીટીઝન feedback માં ભાગ લઈને સ્વચ્છતા માટે સુરતને સારો ક્રમાંક મળે તે માટેની દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સ્માર્ટ સીટી સમિટ માં પણ સ્વચ્છતાની બાબતે સુરત કરતા અન્ય શહેરો બાજી મારી ગયા હતા. જેમાં ઇન્દોર પહેલા ક્રમે રહ્યું હતું.-India News Gujarat

આ લીંક પર જઈ આપી શકો છો feedback https://ss-cf.sbmurban.org/#/feedback

સ્વચ્છતા સર્વેક્ષણ-2022 માટે સુરત મનપાની સ્વચ્છતા અંગેની કામગીરી અંગે સીસ્ટમ દ્વારા પૂછાનાર પ્રશ્નોનો ઉત્તર આપવા અપીલ કરી છે. સ્વચ્છતા એપ દ્વારા, એસએસ 2022 પોર્ટલ દ્વારા, 1969 હેલ્પલાઈન દ્વારા, એસએસ એપ દ્વારા અથવા વેબસાઇટ દ્વારા પણ નાગરિકો પોતાના feedback આપી શકે છે. સિટીઝન ફીડબેક માટે નાગરિકો કોર્પોરેશનની વેબસાઇટની https://ss-cf.sbmurban.org/#/feedback વિઝિટ કરી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.-India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો: Health Benefits:ધાણા, જીરું અને વરિયાળીના પાણીના સેવન થકી શરીરને મળશે ફાયદાઓ

તમે આ પણ વાંચી શકો છો: 2030 સુધીમાં ખતરનાક હીટ વેવ આવશે

 

SHARE

Related stories

Latest stories