BOMB BLAST IN KABUL :કાબુલમાં હાઈસ્કૂલ પાસે ત્રણ વિસ્ફોટ, 20 થી વધુ લોકોના મોતની આશંકા, ઘણા ઘાયલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના પશ્ચિમ વિસ્તારમાં એક હાઈસ્કૂલ પાસે ત્રણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસાર, આ વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા 20ને વટાવી ગઈ છે. બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે સ્કૂલના બાળકો અભ્યાસ માટે તેમના ક્લાસમાં જઈ રહ્યા હતા. અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પાસે થયેલા વિસ્ફોટની પુષ્ટિ કરતા, ગૃહ મંત્રાલયે કહ્યું કે ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે અને વિગતો પછીથી શેર કરવામાં આવશે.
ઘણા લોકોના મોતનો ડર
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને ટ્વિટર પર જણાવ્યું હતું કે બ્લાસ્ટ અબ્દુલ રહીમ શાહિદ હાઈસ્કૂલમાં થયો હતો અને તેમાં અમારા ઘણા શિયા ભાઈઓ માર્યા ગયા હતા. ધ વોલ સ્ટ્રીટ જર્નલ માટે અફઘાનિસ્તાન કવર કરતા પત્રકાર એહસાનુલ્લાહ અમીરીએ ટ્વીટ કર્યું કે કાબુલના દશ્ત બરચીમાં એક શાળા પર આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો.
સ્કૂલના મુખ્ય એક્ઝિટ પર થયો વિસ્ફોટ
વિસ્ફોટ અબ્દુલ રહીમ શાહિદ સ્કૂલના મુખ્ય એક્ઝિટ પર થયો હતો જ્યાં વિદ્યાર્થીઓની ભીડ હતી, એક શિક્ષકે મને કહ્યું કે અચાનક થયેલા હુમલામાં ઘણા લોકો ભયભીત છે. પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને, મીડિયા આઉટલેટે એ પણ અહેવાલ આપ્યો કે કાબુલના પશ્ચિમમાં મુમતાઝ ટ્રેનિંગ સેન્ટર નજીક હેન્ડ ગ્રેનેડના કારણે વિસ્ફોટ થયો હતો.આ પહેલા પણ કાબુલના પશ્ચિમ ભાગમાં આવેલી મુમતાઝ સ્કૂલમાં આ ઘટના બની હતી. હજુ સુધી આ વિસ્ફોટોની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી.
આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ
આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે