HomeToday Gujarati NewsBank Manager Suicide Case : બેંક મેનેજર આપઘાત કેસમાં 3ની ધરપકડ પૈસા...

Bank Manager Suicide Case : બેંક મેનેજર આપઘાત કેસમાં 3ની ધરપકડ પૈસા ની ઉઘરાણીથી ત્રાસીને 32 વર્ષીય યુવાનની આત્મહત્યા – India News Gujarat

Date:

Bank Manager Suicide Case : યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો હતો આપઘાત. કુખ્યાત ગેંગના માણસોનો સુસાઈડ નોટમાં કર્યો હતો ઉલ્લેખ.

ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા

સુરતમાં જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પઠાણી. ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજરે આપઘાત કરી લીધો હતો. બેંક કર્મચારીએ આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં સરથાણા વિસ્તારના ત્રણ માથાભારે શખસોના નામ પણ લખવામાં આવ્યા હતા. સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રાસ આપનાર ત્રણેય માથાભારે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો

સરથાણા વિસ્તારમાં રહેતા બેંક મેનેજર અતુલ દેવચંદ ભાલાળાએ ગત મંગળવારના રોજ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેમાં સુરતના સરથાણા પોલીસે સ્થાનિક વિસ્તારમાં રહેતા ત્રણ માથાભારે શખસો સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સરથાણા પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે રૂપિયાને લઈ માનસિક ત્રાસ આપનાર રજની ગોયાણી, રોનક હિરપરા અને જીગ્નેશ જીયાણીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ભાવનગરના વતની અતુલ દેવચંદ ભાલાળા ખાનગી બેંકમાં એકાઉન્ટ ઓપન કરવાના કામ સાથે સંકળાયેલો હતો.

Bank Manager Suicide Case : મિત્ર ઘટનાસ્થળે દોડી આવ્યો

મંગળવારે સાંજે અતુલે ઝેરી દવા (સેલ્ફોસની ત્રણ ગોળી) ગટગટાવી લીધી હતી. દવા પીધા બાદ મિત્રને ફોન કરી પોતે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી. જેને પગલે મિત્ર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક અતુલ ભાલાળાએ સુસાઈડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો હતો. અતુલ જુગારમાં રૂપિયા હારી ગયો હતો તેની માથાભારે ઉઘરાણી કરી રહ્યા હતા. અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી, કંટાળી ગયેલા અતુલે આ પગલું ભરી લીધું હતું.

તમે આ પણ વાચી શકો છો :

Fire Broke Out In Plastic Dump – કાયદાની એસીતેસી, આખા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા, આગ લાગે ત્યારે સર્જાય છે અફડા તફડી

તમે આ પણ વાચી શકો છો :

Idol of Ramlala has been selected : રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી છે, ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ આપી માહિતી 


SHARE

Related stories

Latest stories