જ્યાં એક તરફ ભારતથી Pakistan ગયેલી અંજુ ભારત પરત આવવાનો દાવો કરી રહી હતી તો બીજી તરફ તેના તમામ વચનો અને દાવાઓ હવે પોકળ દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે તેણે ફક્ત પોતાને બચાવવા માટે જ બધી જાળ ગોઠવી હતી. કારણ કે નસરુલ્લા સાથે ધર્મ પરિવર્તન અને લગ્ન બાદ અંજુનો વિઝા હવે 2 મહિના માટે લંબાવવામાં આવ્યો છે, જે સાબિત કરે છે કે તે હવે ભારત આવવાની નથી.દરમિયાન એવા સમાચાર પણ આવી રહ્યા છે કે અંજુના પતિ અરવિંદે શુક્રવારે રાત્રે ભીવડી પોલીસ સ્ટેશનમાં અંજુ અને નસરુલ્લા વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. અને કહ્યું કે અંજુએ તેની સાથે છેતરપિંડી કરી છે.
પરિણીત હોવાથી છૂટાછેડા વિના બીજા લગ્ન માન્ય ગણી શકાય નહીં. અંજુના પતિ અરવિંદે એવો પણ આરોપ લગાવ્યો છે કે અંજુના નવા પતિ નસરુલ્લા તેના અને તેના બાળકના જીવ માટે ખતરો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજુનો વિઝા હવે બે મહિના માટે લંબાવવામાં આવ્યો છે. એટલું જ નહીં એવા સમાચાર છે કે ટૂંક સમયમાં અંજુને પાકિસ્તાનની નાગરિકતા મળી શકે છે. અંજુના પતિ અરવિદે ભારતીય મીડિયા સાથે એવી વાત કરી કે એનાથી પાકિસ્તાનની મંસા પર શંકા થાય છે. અરવિંદે કહ્યું કે, ત્રણ દિવસ પહેલાં જ અંજુ સાથે તેની વાત થઈ હતી. તે ઓનલાઈન આવતી અને મેસેજ કરતી હતી અને પછી મેસેજ ડિલીટ કરી દેતી હતી.