Amit Shah will attend the T-20 final
T-20 finalમાં અમિત શાહ આપશે હાજરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની ગુજરાત મુલાકાતને લઇને ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે .27 અને 29 મે સુધી શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 17 DCP કક્ષાના અધિકારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. 28 ACP, 91 PI, 268 PSI હાજર રહેશે. 5000 કોન્સ્ટેબલ,1000 હોમગાર્ડ,3 SRP કંપની બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે.
29મેએ IPLમાં આપશે હાજરી-T-20 final
અમદાવાદના દુનિયાની સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં IPL 2022ની ક્વાલિફાયર અને ફાઈનલ મેચ રમાવાની છે. 27 અને 29 મે IPL મેચને લઇને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 મે IPL મેચમાં હાજરી આપશે. જેને લઇને હાલમાં સુરક્ષાને લઇને કોઇ ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
29મેના રોજ પોલીસ કર્વાટર્સનું લોકાર્પણ-T-20 final
તો આ તરફ 29 મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રીના વરદ હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.
નારણપુરામાં ઇન્ટરનેશનલ સ્પોર્ટસ કલબનું ઉદ્ઘાટન કરશે-T-20 final
અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે. નારણપુરાના વરદાન ટાવરની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેના ભૂમિપૂજન માટે અમિત શાહ 29મેના રોજ અમદાવાદ આવશે. ભૂમિપૂજન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે, લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમિત શાહ જાહેર જનતાને સંબોધન પણ કરવાના છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82,507 ચોમી ક્ષેત્રફળવાળા પ્લોટમાં વિકસાવવામાં આવશે. અંદાજિત 284 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ છે તે પાર પાડવાની શક્યતાઓ દર્શાવી છે.