Ambaji Police: યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી પોલીસની ઉત્તમ કામગીરી આવી સામે જેમાં અંબાજી પોલીસે અંબાજીમાં દારૂ વેચતી બેહનોને શાકભાજીનો ધંધો ચાલુ કરાવ્યો હતો અને આ મહિલાઓનું જીવનસ્તર સુધારવાની કોસિસ કરવામાં આવી છે.
Ambaji Police: અંબાજી પોલીસની ઉત્કૃષ્ટ કામગીર આવી સામે
દાંતા તાલુકો એ વનવાસી ક્ષેત્ર ધરાવતો વિસ્તાર છે જેમાં વનવાસી ક્ષેત્ર માંથી મોટા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં રોજગાર માટે લોકો આવતા હોય છે. યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમયથી ગામમાં દેશી દારૂનું વેચાણ વધતું હતું જેને લઇને અવર નવાર યાત્રાધામ અંબાજીની ગરિમાને ઠેસ પહોંચી રહી હતી ત્યારે અંબાજી પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જે મહિલાઓને આ દારૂ વેચાણના રસ્તેથી દૂર કરીને સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી શકે તે માટે અંબાજી પોલીસે પ્રયત્ન કર્યો છે અને આ મહિલાઓને શાકભાજીનો વ્યવસાય ચાલુ કરી આપવામાં આવ્યો છે અને આ મહિલાઓ દારૂનું વેચાણ બંધ કરી હવે અંબાજી માં શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહી છે.
સમાજમાં સુધારો લાવવો હોય થો મજબૂત ઈચ્છા શક્તિની જરૂરત હોય છે એમ અંબાજી જેવા પવિત્ર યાત્રા ધામખાતે દારૂ જેવુ દૂષણ દૂર કરવાની ઈચ્છા ધરાવતા પોલીસ વિભાગે આ પહેલ કરીને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓનું કાઉન્સેલિંગ કરીને પહેલા તો આ બે નંબરી ધંધો છોડવા સમજાવ્યા અને બાદમાં આજીવિકા માટે તેઓને શાકભાજીના વ્યવસાય માં જોડી દીધા હતા સાથે જ ઈમાનદારી થી અને સ્વમાનભેર સમાજમાં જીવી શકે એમાટે પ્રયાસ કર્યા અને આજે એમાં સફળ પણ રહ્યા હોવાની ગર્વ લઈ શકાય એવી બાબત સામે આવી છે.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત