HomeGujaratLumpy virus:ગુજરાતના 11 જિલ્લામાં પહોંચ્યો ખતરનાક વાયરસ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુ ટપોટપ મર્યાં--India...

Lumpy virus:ગુજરાતના 11 જિલ્લામાં પહોંચ્યો ખતરનાક વાયરસ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુ ટપોટપ મર્યાં–India News Gujarat

Date:

Lumpy virus:ગુજરાતના 11 જિલ્લામાં પહોંચ્યો ખતરનાક વાયરસ….

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં Lumpy virusનો કહેર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં Lumpy virusનો કહેર જોવા મળી રહ્યો છે. એક બે નહિ, ગુજરાતના 11 જેટલા જિલ્લામાં આ ખતરનાક વાયરસ પશુઓની જિંદગી રંજાડી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં Lumpy virusથી 144 પશુઓના મોત થયા છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાયરસની અસરો મોટાપાયે દેખાઈ રહી છે. ગામડાઓ Lumpy virusથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ જોવા મળી રહ્યો છે. જો એક પણ પશુધનને આ વાયરસનો ચેપ લાગે તો પળવારમાં મોત થતા વાર લાગતી નથી. આ માટે ગુજરાત સરકારે યુદ્ધ ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરી દીધી છે. Lumpy virus-india news gujarat 

Lumpy virus disease proving to be the scourge for cattle in Kutch, fears  that thousands of bovine animals could fall prey to it | DeshGujarat

આ 11 જિલ્લામાં ફેલાયો Lumpy virus

હાલમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 11 જિલ્લાઓમાં આ રોગના લક્ષણો જોવા મળ્યાં છે, જેમાં દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે.Lumpy virus-india news gujarat 

Lumpy virusથી બચવા હેલ્પલાઇન શરૂ 

હાલ સ્થિતિ એવી છે કે, હાલ રાજકોટ 26 ગામડામાંથી 172 ગાયોમાં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની ઝપટે ચઢ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 25,900 પશુઓમાં વેક્સીનેશન થયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લમ્પી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જોકે, જિલ્લા પંચાયત સહિતના વિભાગોએ વેક્સિનેશન વધારવાની જરૂરિયાત છે. Lumpy virus-india news gujarat 

Lumpy Skin Disease in Cattle - Integumentary System - MSD Veterinary Manual

સરકારે અસરગ્રસ્ત જિલ્લામાં ટીમ મોકલી 

કચ્છ અને જામનગર જિલ્લાના પશુધનમા વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા ખાસ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએલે પશુધનમાંLumpy virus સ્કીન ડિસીઝના ઇલાજ તથા પશુઆરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકને આ બે જિલ્લાઓમાં પુરતા વેક્સિનેશન, દવાઓના જથ્થા સાથે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સુચનાઓ આપી છે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અન્ય જિલ્લામાંથી વેટરનરી ડૉકટરોની વધારાની ટીમ પહોચાડીને સત્વરે રસીકરણ અને રોગ રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા પણ તાકીદ કરી છે.Lumpy virus-india news gujarat 
SHARE

Related stories

Latest stories