HomeToday Gujarati Newsસુરત સીટ બિનહરીફ જાહેર થઈ - ભાજપ ની જીત

સુરત સીટ બિનહરીફ જાહેર થઈ – ભાજપ ની જીત

Date:

સુરત સીટ બિનહરીફ જાહેર થઈ – ભાજપ ની જીત

# ગુજરાત લોકસભા ચૂંટણી # Surat Constituency

ગુજરાત માં થયેલા રાજકિય ઘટના ક્રમ માં સુરત લોકસભા ની સીટ બિન હરીફ જાહેર કરવામાં આવી છે.
જે અનુસાર સુરત ભાજપ ના ઉમેદવાર ને બિન હરીફ જીત્યા હોવાનું જાહેર કરવા આવ્યું છે.
આ નાટકીય મામલા માં સુરત લોકસભા માટે કોંગ્રેસ ના ઉમેદવાર નું ફોર્મ રિજેક્ટ થતાં કોંગ્રેસ મુશ્કેલી માં આવી ગઈ છે.
કોંગ્રેસ ના મુખ્ય ઉમેદવાર નિલેશ કુંભાણી અને કોંગ્રેસ ના ડમી ઉમેદવાર બંને ના ફોર્મ રિજેક્ટ થતાં ગુજરાત કોંગ્રેસ ની હાલત કફોડી થઈ ગઈ હતી.
તમામ અપક્ષ સહીત આઠ ઉમેદવારો એ નાટકીય રીતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં રહયાં ના હતા.
તેથી, સુરત ના કલેક્ટર અને ચૂંટણી અધિકારી એવા ડો. સૌરભ પારઘી એ ભાજપ ના સત્તાવાર ઉમેદવાર મુકેશ દલાલ ને બિન હરીફ જીતેલા જાહેર કર્યાં હતા.

# સુરત લોકસભા સીટ ની ચૂંટણી માં શું થયું? # Surat

સુરત ના રાજકારણ માં આવેલી ગરમી મુજબ કોંગ્રેસ ના ઉમદેવાર નિલેશ કુંભાણી ના ટેકેદારો ની સહી ઓ મન વિસંગતતા હોવાનું સ્થાપિત થયું છે.
ભાજપ ના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી એ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજુ કર્યો હતો. દરમ્યાન નિલેશ કુંભાણી # Nilesh Kumbhani ના ટેકેદારો એ ચૂંટણી અધિકારી સામે હાજર થઈ ફોર્મ માં પોતાની સહી ના હોવા અંગે એફિડેવિટ કરી હતી. તેજ રીતે કોંગ્રેસ ના ડમી ઉમેદવાર ના ટેકેદારો એ પણ ફોર્મ માં તેમની સહી ના હોવાની એફિડેવિટ કરી હતી. અન્ય તમામ અપક્ષો એ ફોર્મ પાંચ ખેંચી લીધા હતા. બાકી બચેલા બહુજન સમાજ પાર્ટી ના ઉમેદવાર પ્યારે લાલ પણ ચૂંટણી માં થી ખસી ગયા.


# બિનહરીફ જીત કે કોઈ રમત રમાઈ ગઈ ? : # BJP Victory or Conspiracy

સુરત ના રાજકારણ માં બનેલી આ ઘટના એ અનેક રાજકીય સવાલો ઉભા કર્યાં છે. સુરત શહેર માં થઈ રહેલા ગણગણાટ મુજબ આખી ઘટના સામાન્ય હતી કો કોઈ મોટી રાજકીય રમત રમાઈ ગઈ છે?
શું નિલેશ કુંભાણી જાણતાં હતા કે આવું કાઇંક થવાનું છે ?
શું કુંભાણી પોતે જ કોઈ ગેમ રમી ગયાં છે?
કે પછી સુરત ભાજપ પોતે જ કોઈ રમત રમી ગઈ છે?
સોગંદ નામાં માં ટેકેદારો ની સહી નથી તો પછી સહી કોણે કરી?
હાઈકોર્ટ માં જવાની જાહેરાત કરનાર કોંગ્રેસ અચાનક કેમ પાણીમાં બેસી ગઈ?
સુરત કલેક્ટર સમક્ષ કોંગ્રેસ ની રજૂઆત નબળી રહી.
તમામ અપક્ષ ઉમેદવારો એ એકીસાથે પોતાના ફોર્મ ખેંચી લીધાં.
શું કોઈનું દબાણ હતું? શું કોઈ ગુપ્ત સમજાવટ હતી? કે ખરેખર એમનો કોઈ મોહભંગ થયો?
ભાજપ ના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી કોને ઈશારે કામ કરી ગયાં ?
હજુ એફિડેવિટ થઇ તે પહેલા તેમને કેવી રીતે ખબર પડી ગઈ કે સહી ખોટી છે?
બહુજન સમાજ પાર્ટી ના ઉમેદવાર પ્યારેલાલ અચાનક ગાયબ થઈ ગયાં , અચાનક આવ્યા અને ફોર્મ પરત ખેંચી જતા રહ્યા.
આ બધું શું સૂચવે છે?


# ચૂંટણી અધિકારી શ્રી નો અભિગમ # Role of Surat Collector # Form Scrutiny

સુરત ની લોકસભા ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર ને બિનહરીફ જાહેર કરતા સુરત કલેક્ટર :

સુરત ની લોકસભા ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર ને સુરત ના કલેક્ટર અને ચૂંટણી અધિકારી એ બિનહરીફ જાહેર કર્યાં.
શું સુરત કલેક્ટરે ઉમેદવારો ના ફોર્મ બરાબર ચકાસ્યા ના હતાં?
શું ટેકેદારો ની સહી વેરીફાઈ કરવી ચૂંટણી અધિકારી ની ફરજ ના હતી ?
જો એફિડેવિટ ખોટી હોય તો કલેક્ટરે કાનૂની પગલાં શું લીધા ?
જો દસ્તાવેજો મન સહી ખોટી હોય તો એ ગુનો બને કે કેમ ? તો કુંભાણી સામે શું કાર્યવાહી થઈ?
શું ફોર્મ પર સહી ખોટી હોવા માત્ર થી ફોર્મ રિજેક્ટ કરી શકાય? એનો કોઈ વિકલ્પ કલેક્ટર શ્રી પાસે હતો ખરો ?
શું ટેકેદારો એ રૂબરૂ હાજર રહી સહી કરવી કોઈ નિયમ છે?
કલેક્ટર શ્રી એ ભાજપ ના ઉમેદવાર ને બિન હરીફ જાહેર પહેલાં અન્ય કોઈ શક્યતા ઓ અંગે કોઈ લીગલ એક્સપર્ટ ઓપિનિયન લીધો હતો?

# નોટા નો ઓપશન બાકી હતો : # Nota Option at Surat

નોટા નો ઓપશન બાકી હતો? શું ચૂંટણી અધિકારી એ મતદારો ને નોટા નો ઓપશન વાપરવાની તક નહોતી આપવી જોઈતી?
જો નોટ નો ઓપશન બાકી હતો તો તે પહેલા ચૂંટણી અધિકારી ભાજપ ના ઉમેદવાર ને બિન હરીફ જાહેર કરી શકે ખરાં ?

ઘણા સવાલો છે. ઘણા ભિન્ન ભિન્ન અભિપ્રાયો મળી શકે.

જે હોટ તે હાર્પ હકીકત એટલી છે કે સુરત લોકસભા ની બેઠક બિન હરીફ ભાજપ જીતી ગયું છે.

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories