મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું નિવેદન
ગુજરાતમાં કોરોનાના કેસ સખત વધી રહ્યા છે. અને કોરોનાના કેસના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કોરોનાના વધતા કેસને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસના નવા રેકોર્ડ બની રહ્યાં છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં હાલ મૃત્યુઆંક ઓછો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ પણ એક અઠવાડિયું કેસ વધશે અને પછીથી તેમાં ઘટાડો થશે. ઉપરાંત તેઓએ લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરી છે.
સરકાર ત્રણ ‘T’ ની વ્યૂહ રચના સાથે તૈયાર
કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસમાં વધારો થશે, બાદમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. વિધાનસભા અને સીએમ કાર્યાલયમાં અધિકારીઓ અને ધારાસભ્યો કોરોના પોઝિટીવ આવ્યાં છે. ત્યારે વિધાનસભાનું સત્ર ટૂંકાવાશે કે નહીં તે અંગે રૂપાણીએ કહ્યું હતું કે વિધાનસભાનું સત્ર ટૂંકાવાશે નહીં. ઉપરાંત કોરોનાના વધતાં કેસોને લઈને સરકાર પણ તૈયાર છે. રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકાર ત્રણ ‘T’ ની વ્યૂહ રચના ટેસ્ટિંગ-ટ્રેસિંગ–ટ્રિટમેન્ટથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે.રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે વેકસીન અપાશે. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કોરોના સામે પૂરી સજ્જતાથી પેશ આવી છે. ટેસ્ટિંગની સંખ્યા રોજના ૩ લાખ સુધી લઇ જવાના નિર્ધારમાં અત્યારે સવા બે લાખ જેટલું ટેસ્ટિંગ થાય છે. એટલું જ નહિ, જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહ્યા છીએ. ઝડપથી 104 ફિવર હેલ્પલાઇન, ધનવંતરિ રથ, સંજીવની રથ મારફતે ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓ પ્ણ ઊભી કરી દેવાઇ છે. રાજ્યની હોસ્પિટલોના 70 ટકા બેડ ખાલી છે.