Youth Festivalમાં વિવાદવિદ્યાર્થીઓને હલકી કક્ષાનું ભોજન અપાયું-India News Gujarat
Veer Narmad South Gujarat University કેમ્પસમાં ચાલી રહેલ Youth Festivalમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓને હલકી કક્ષાનું ભોજન આપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. તેમજ સમગ્ર મામલે વિવાદ ઉભો થતા હવે વિદ્યાર્થીઓ દ્વારા પણ એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, તેમના માટે તેમજ વી. આઇ.પી માટે જમવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને હલકી કક્ષાનું ભોજન પીરસવામાં આવી રહ્યુ છે જે ખરેખર અન્યાય છે. -India News Gujarat
સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કરી ફરિયાદ-India News Gujarat
Veer Narmad South Gujarat University ખાતે ગત પાંચ તારીખ થી Youth Festival ચાલી રહ્યો છે. જેમાં University સાથે જોડાણ ધરાવતી તમામ કૉલેજમાં વિદ્યાથીઓ અહીંયા અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.આ વિદ્યાથીઓ માટે યુનિવર્સિટી દ્વારા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે ભોજન ની વ્યવસ્થાને લઈને સેનેટ સભ્ય ભાવેશ રબારીએ ફરિયાદ કરી છે કે વિદ્યાથીઓ અને સાથે આવનારા કોચ માટે જમવાની વ્યવસ્થા અલગ રાખવામાં આવી છે.જેમાં વિદ્યાર્થીઓને જે સ્વીટ આપવામાં આવે છે.તે થોડા વિદ્યાર્થીને પીરસ્યા બાદ ખતમ થઈ જાય છે. જ્યારે વી. આઇ.પી એટલે કે કોચ માટે જમવાની વ્યવસ્થામાં મળતી રહે છે.એટલું જ નહિ વિદ્યાર્થીઓને જે છાસ આપવામાં આવે છે તે છાશમાં પાણી નાખવાને બદલે પાણીમાં છાશ નાખી તેવો સ્વાદ આવતો હતો.જે સોસ આપવામાં આવ્યો હતો તે સોસ પણ પાણી વાળો હતો.આ ઉપરાંત દાળ ભાત શાક પણ હલકી કક્ષાના હતા. આથી વિદ્યાર્થીઓને જે ભોજન આપવામાં આવે છે તેની ગુણવત્તા સુધારવા રજૂઆત કરી હતી.-India News Gujarat
Veer Narmad South Gujarat Universityમાં વિવાદ ઉભા થતા રહે છે-India News Gujarat
Veer Narmad South Gujarat Universityમાં હવે Youth Festivalમાં પીરસવામાં આવતા ભોજનને લઇને વિવાદ ઉભો થયો છે અગાઉ વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને પણ વિવાદ થયો હતો. કેટલાક કિસ્સામાં પેપરના પ્રશ્નો પણ ઉભા થયા હતા. વિદ્યાર્થીઓને ભણવા માટે જે પ્રકારેની સુવિધાઓ આપવાની હોય તેમાં પણ University હંમેશા ઉણી ઉતરે છે અને હવે Youth Festivalમાં પણ નવો વિવાદ સામે આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે જવાબદારો સામે કેવા પગલા ભરવામાં આવે છે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-State Lavel Fit India Quizમાં સુરતના બે વિદ્યાર્થી ઝળક્યા
આપ આ પણ વાંચી શકો છોઃ-Surat temperature reaches 40 degrees : કાળઝાળ ગરમીથી લોકો અકળાયા