સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત UNIVERSITYમાં શરૂ થશે ‘યોગગરબા’ નો સર્ટિફિકેટ કોર્સ,–India News Gujarat
વિશ્વ ની સૌપ્રથમ ઘટના કહી શકાય કે, કોઈ શિક્ષણ સંસ્થા દ્વારા ગુજરાતની ઓળખ અને ગુજરાત નું લોકનૃત્ય એવા ગરબા ને (YogGarba))સર્ટિફિકેટ કોર્ષ તરીકે શરૂ કરાશે.
અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, ગરબા અને યોગ શીખવા માટે કલાસ ચાલતા હોય છે. લોકો આ કલાસમાં જોડાઈને ગરબા શીખતાં હોય છે. પરંતુ હવે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad University) યોગ અને ગરબાને ભેગું કરી ને ‘યોગગરબા’ ના (YogGarba) સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવા જઈ રહી છે.-Latest Gujarati News
YogGarba એટલે યોગ અને ગરબાનું મિશ્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વ યોગગુરુ તરીકે ખ્યાતિ આપવી છે અને ભારત સહિત ઘણા દેશોએ હવે યોગ દિવસની ઉજવણી પણ શરૂ કરી છે. ત્યારે સુરતના એક યુવાન અનિસ રંગરેજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને ગરબા સાથે જોડીને એક નવી ટેક્નિક થકી (YogGarba) શરૂ કર્યા છે.
- (YogGarba) એટલે યોગ અને ગરબાનું મિશ્રણ જેના થકી સ્વાસ્થ્યની પણ જાળવણી થાય.
- યોગમાંથી અલગ અલગ આસનોને ગરબાના અલગ અલગ સ્ટેપ્સ સાથે જોડીને આ યોગગરબાનો આવિષ્કાર કરવામાં આવ્યો છે.
- 2 મહીનાનો આ કોર્ષ પૂર્ણ કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. જે દરેક જગ્યાએ માન્ય રહેશે
- કોઈપણ યુવક કે યુવતી જેણે આ કોર્ષ કર્યો હશે અને તેની ડીગ્રી ધરાવતું હશે તે ઓફિશિયલ ટ્રેનર તરીકે અન્ય લોકોને ટ્રેનિંગ પણ આપી શકશે. -Latest Gujarati News
આ કોર્ષ માટે માત્ર ધોરણ 12 પાસની જરૂરિયાત હશે
આ કોર્સને લઈ કોર્સના રચનાકાર અનિષ રંગરેજે જણાવ્યું હતું કે, આ કોર્ષ માટે માત્ર ધોરણ 12 પાસની જરૂરિયાત હશે. 10 વર્ષના સંશોધન અને એનાલિસિસ પછી આ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોતાને સ્વસ્થ રાખવામાં આપણી સંસ્કૃતિ કેવી રીતે મદદરૂપ નીવડે છે એ માટે યોગ્ય માર્ગદર્શન લઈને પણ વાત કરી હતી.
- અનિષ રંગરેજ વધુમાં જણાવ્યું કે, ફીઝીઓથેરાપીસ્ટ, સાયકોલોજીસ્ટ, યોગા ટ્રેનર, ગરબા ટ્રેનર, ડાયેટિશ્યનનો મુખ્ય સહયોગ રહ્યો છે.
- 45 કલાકનો કોર્સ છે અઠવાડીયામાં 3 દિવસ (Veer Narmad South Gujarat University) જ આવવાનું રહેશે.
- આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ યોગ અને સાથે સાથે ગરબાનો ઇતિહાસ, ફિલોસોફી, વિજ્ઞાન અને જીવનમાં એનું મહત્વ જાણશે.
- યોગમાંથી આસન, પ્રાણાયામ, ધ્યાન અને ગરબા માંથી ગરબાના અલગ અલગ મૂવમેન્ટ લઇને બંને ના સંયોજન વિશે શીખવવામાં આવશે. આ કોર્ષમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને કરાવવામાં આવશે.-Latest Gujarati News
તમે આ વાંચી શકો છો: National Fire Service Weekની સુરતમાં ઉજવણી
તમે આ વાંચી શકો છો: PM એ WHO ચીફને આપ્યું ‘તુલસીભાઈ’ નામ