HomeGujaratYarn એકસ્પોમાં એકઝીબીટર્સને રૂ. 650 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થવાની સંભાવના-India News...

Yarn એકસ્પોમાં એકઝીબીટર્સને રૂ. 650 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થવાની સંભાવના-India News Gujarat

Date:

Yarn એકસ્પોમાં એકઝીબીટર્સને રૂ. 650 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થવાની સંભાવના-India News Gujarat

Yarn એક્સ્પો 2022નું સુરત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના Yarn એકસ્પો–2022ને કારણે આગામી છ મહિનામાં આશરે રૂપિયા ૬પ૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થવાની સંભાવના છે. Yarn એક્સ્પોમાં  ત્રણ દિવસ દરમિયાન કુલ ૧પ૪૦૦ હજારથી વધુ બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. Yarn એક્સ્પોમાં એક્ઝિબીટર્સને  સારો બિઝનેસ મળવાની પાકી સંભાવનાને કારણે વર્ષ 2023માં તા. 4,5, અને 6 ઓગષ્ટ દરમ્યાન યોજાનારી Yarn એકસ્પોની પાંચમી આવૃત્તિના બુકીંગ માટે દેશભરના Yarn ઉત્પાદકોએ અત્યારથી જ તૈયારી દર્શાવી હતી.-India News Gujarat

Yarn એક્સ્પો પ્રદર્શન થકી બિઝનેસમાં ૧૦ ટકાથી વધારે ગ્રોથ થશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા-India News Gujarat

 

Yarn એક્સ્પો 2022 અંગે ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય વસ્ત્ર મંત્રી પીયુષ ગોયલ દ્વારા ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને 250 બિલિયન યુએસ ડોલરનો માર્કેટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેને હાંસલ કરવા માટે આ Yarn એક્સ્પો 2022 પ્રદર્શન સાચા અર્થમાં કારગત સાબિત થશે. વિવિંગ અને નીટિંગ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ યાર્નYarn એક્સ્પો 2022  પ્રદર્શિત કરાયેલા જુદી–જુદી વેરાયટીના યાર્ન જેવા કે પોલિએસ્ટર Yarn , નાયલોનYarn , વિસ્કોસ Yarn, કોટન Yarn  અને કેટોનિક Yarn વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી Yarn જેવા કે એન્ટીબેકટેરિયલ Yarn, ઇમીટેટ સિલ્ક Yarn, સિરો ઇમ્પેકટ Yarn, ગ્રેનાઇટ Yarn, હેમ્પ Yarn, ફલેકસ Yarn, વૂલ લાઇક પોલિએસ્ટર Yarn, કોટન સ્ટ્રેચ Yarn, રિસાયકલ Yarn, ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ Yarn, સ્પોર્ટ્‌સ વેર માટે કુલ ટેકસ્ટ Yarn અને ફાયર રિટર્ડન્ટ Yarn વિગેરેની વિગતવાર જાણકારી મેળવી હતી. -India News Gujarat

Yarn એક્સ્પો થકી કઇ રીતે જનરેટ થશે બિઝનેસ? -India News Gujarat

ખાસ કરીને ફેન્સી જરી તથા સ્પેશિયલ Yarn માટે ઘણી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. આ વર્ષે વિવર્સની સાથે સાથે ટેકસટાઇલ માર્કેટના ઘણા વેપારીઓ તથા રિટેલર્સે પણ Yarn પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ગારમેન્ટ મેન્યુફેકચરર્સ દ્વારા પણ Yarn ના વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. હવે Yarn ઉત્પાદકો પાસેથી તેઓ સેમ્પલ મંગાવશે અને નવા ફેબ્રિક ડેવલપ કરશે. આ Yarnના સેમ્પલીંગ કરીને વિવિધ પ્રકારના નવા ફેબ્રિક અને નવા ક્રિએશનો આગામી સમયમાં સુરતમાં ડેવલપ થશે. આ Yarnમાંથી સ્પોર્ટ્‌સ માટે વપરાતા ફંકશન્સ ગારમેન્ટનું ડેવલપમેન્ટ પણ સુરતથી થશે. આ ક્રિએશન ફેબ્રિક એકસપોર્ટ કરવા માટે પણ કામ લાગશે. એકઝીબીટર્સને નવી સિઝન માટે બિઝનેસમાં 10 ટકાથી વધારે ગ્રોથની આશા છે અને તેના થકી તેઓને આગામી છ મહિનામાં આશરે રૂપિયા 650 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થશે તેવી સંભાવના છે. દરમ્યાન આજે ઇન્ડોનેશિયાના મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ આગુસ સાપ્તોનો તથા ઇકોનોમિક કોન્સુલ તોલ્હા ઉબેદીએ Yarn પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ Yarn વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ત્રણ દિવસ દરમ્યાન અલ્જેરીયા, ઇજિપ્ત, સુદાનથી પણ જેન્યુન બાયર્સે Yarn એકસ્પોની વિઝીટ લીધી હતી. આ ઉપરાંત દેશભરમાંથી વિવર્સ તથા ટ્રેડર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે ૩૪૦૦, બીજા દિવસે ૭ર૦૦ અને આજે છેલ્લા ત્રીજા દિવસે ૪૮૦૦ બાયર્સ મળી કુલ ૧પ૪૦૦ બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને એકઝીબીટર્સને ઢગલાબંધ ઓર્ડર્સ આપ્યા હતા.

આપ આ પણ વાંચી શકો છોઃ-Yarn Expo પ્રદર્શનનો આવતી કાલથી ભવ્ય પ્રારંભ થશે

આપ આ પણ વાંચી શકો છોઃ-Amul એ બિગબુલને તેની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories