HomeGujaratwidow pension scheme: ગંગાસ્વરૂપ બહેનોનો આધારસ્તંભ બની પેન્શન સહાય-India News Gujarat

widow pension scheme: ગંગાસ્વરૂપ બહેનોનો આધારસ્તંભ બની પેન્શન સહાય-India News Gujarat

Date:

pension મેળવવા માટે તા.૧૫મી મે સુધી ખાસ અભિયાન

રાજ્ય સરકારે મહિલાઓના વિકાસ અને સહાય માટે અનેકવિધ મહિલાલક્ષી pension યોજનાઓ અમલી બનાવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગાસ્વરૂપ મહિલાઓ સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તે હેતુથી ‘ગંગાસ્વરૂપા સહાય યોજના’ અમલી બનાવી છે. પતિના મૃત્યુ પછી સ્વમાનભેર જીવન જીવવા માટે મહિલાને આર્થિક ટેકાની જરૂર હોય છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર આવી ગંગાસ્વરૂપા બહેનોને પીઠબળ પૂરૂ પાડ્યું છે. આ રકમ તેમના જીવનનિર્વાહ માટે આધારસ્થંભ બની છે. આ યોજનાનો લાભ ૧૮ વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર ગંગાસ્વરૂપ(વિધવા) મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.-India News Gujarat

  • સુરત શહેર-જિલ્લાની ૬૯,૫૦૩ ગંગા સ્વરૂપા મહિલાઓને ગંગાસ્વરૂપા
    સહાય યોજના હેઠળ મહિને રૂા.૧૨૫૦ મળે છે
  • ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ૮૭૬૯ મહિલાઓ પેન્શન મેળવી રહી છે
  • સુરત સિટી તાલુકામાં સૌથી ઓછી ૧૩૦ મહિલાઓ માસિક પેન્શન મેળવી રહી છે

લાભાર્થી મહિલાનું અકસ્માતે મૃત્યુ થાય તો વારસદારને રૂ.૧ લાખ મળવાપાત્ર

સુરત જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્વેતા દેસાઈ જણાવે છે કે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક ૧.૨૦ લાખ તથા શહેરી વિસ્તાર માટે ૧.૫૦ લાખ હોવી જોઈએ. સહાય સીધી લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જો લાભાર્થી મહિલાનું અકસ્માતે મૃત્યુ થાય તો ગુજરાત સામૂહિક જુથ સહાય-જનતા અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂ.૧ લાખ મળવાપાત્ર છે.

યોજનાનો લાભ મેળવવા માટે આ પુરાવા જરૂરી

  • આ યોજનાનો લાભ મેળવવા  માટે પતિના મરણનો દાખલો,
  • ગંગાસ્વરૂપા હોવા અંગેનો દાખલો, આધાર કાર્ડ, આવક અંગેનો દાખલો, બે પાસપોર્ટ સાઈઝ ફોટા,
  • પુન:લગ્ન કરેલ ન હોય તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર,
  • ઉંમર અંગેના પુરાવો, રેશનકાર્ડની નકલ, બેંક પાસબુક વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે.

આ યોજનાનો લાભ મેળવવા VCE અથવા મામલતદાર કચેરીએ અરજી કરવી. શહેરી વિસ્તાર માટે મામલતદાર કચેરીમાં અરજી કરવી. યોજનાનું અરજીફોર્મ https://wcd.gujarat.gov.in/uploads/pdf/GrsnaNtsLmEb3P9bImionjhz3g3ilaEL21M.pdf  પર મેળવી શકાશે.-India News Gujarat

SHARE

Related stories

Latest stories