HomeGujaratViral Video Of Misbehaving : વડગાળ કાઢવાના નામે ભુવાના ઢોંગ ધતિંગનો વિડીયો...

Viral Video Of Misbehaving : વડગાળ કાઢવાના નામે ભુવાના ઢોંગ ધતિંગનો વિડીયો વાયરલ, સુરતના અમરોલી આવસનો વીડિયો વાયરલ – India News Gujarat

Date:

Viral Video Of Misbehaving : અગરબત્તીના ધૂપ આપીને વળગાળ દૂર કરવાનો ભુવાનો દાવો મહિલાઓને અભદ્ર ગાળો ભાંડતો ભૂવો વીડિયોમાં કેદ.

ભુવો મહિલા સાથે અભદ્ર વર્તન કરતો દેખાય છે

વર્તમાન સમયને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે. ત્યારે આ ટેકનોલોજીના યુગમાં પણ હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાના માહોલમાં જીવી રહ્યા છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તારના આવાસનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં ભુવો મહિલા સાથે અભદ્ર વર્તન કરતો દેખાય છે મહિલાને ગાળો ભાંડી રહ્યો છે. તો પોલીસ દ્વારા જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે ભુવો ઘરેથી ફરાર થઈ ગયો હતો.

ગેરવર્તનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો

વર્તમાન સમય ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે. એક નાનો એવો મેસેજ પણ વારમાં જ હજારો કે લાખો સુધી પહોંચી જાય છે. ત્યારે આ ટેકનોલોજીના સમયમાં પણ કેટલાક લોકો ઢોંગ ધતિંગ કરીને લોકોને પોતાની જાળમાં ફસાવતા ભુવા કે પછી તાંત્રિકોમાં વિશ્વાસ કરતા હોય છે. ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં ભુવા દ્વારા ભૂત પ્રેતના નામે મહિલાઓ સાથે કરવામાં આવતા ગેરવર્તનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં એચ ટુ આવાસમાં રહેતો ઈમરાન ઉર્ફે જોલીયો ભૂત પ્રેત બાધાના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ દોરી લઈ જતો હતો. આ ભુવો ભૂત પ્રેત બાધા દૂર કરવાના નામે મહિલાઓ સાથે ગેરવર્તન પણ કરતો હતો.

Viral Video Of Misbehaving : મહિલાઓને ગાળો પણ ભાંડતો હતો

તો બીજી તરફ તેની સામે અગાઉ દુષ્કર્મનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. તે પોતાના જ ઘરમાં મહિલાઓને બંધક બનાવી ભૂત પ્રેત બાધા દૂર કરવાના નામે મહિલાઓ સાથે ગેરવર્તન કરતો હતો. મહિલાઓને ગાળો પણ ભાંડતો હતો અને આ ભુવાનો આવી હરકતોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોને લઈને અમરોલી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી. અમરોલી H2 આવાસનો આ વિડીયો હોવાનું અમારા ધ્યાન પર આવ્યો હતો. તો પોલીસ જ્યારે ભુવાના ઘરે પહોંચી તે પહેલા જ ભુવો ઘરે તાળું મારીને ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ પોલીસ દ્વારા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ વ્યક્તિ આ બાબતે ફરિયાદ આપવા માટે તૈયાર ન હતો.

તમે આ પણ વાંચી સકો છો :

Manish Sisodia: મનીષ સિસોદિયાને નથી મળી રાહત, દિલ્હી હાઈકોર્ટે ન્યાયિક કસ્ટડી 30 મે સુધી લંબાવી

તમે આ પણ વાંચી સકો છો :

NewsClick Case: સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ 

SHARE

Related stories

Latest stories