HomeGujaratNewly water Tank's Bottom broke : નવનિર્મિત પાણીની ટાંકી નો બોટમ સ્લેબ...

Newly water Tank’s Bottom broke : નવનિર્મિત પાણીની ટાંકી નો બોટમ સ્લેબ ધરાશાહી, સ્લેબ ધરાશાહી થતાં એક મજુર નું મોત નીપજ્યું – India News Gujarat

Date:

Newly water Tank’s Bottom broke : અન્ય ત્રણ જેટલા મજૂર ગંભીર રીતે ઘાયલ હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ.

ત્રણ જેટલા મજૂર ગંભીર રીતે ઘાયલ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાંકી નો બોટમ સ્લેબ ધરાશાઈ થતાં એક મજુર નું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ જેટલા મજૂર ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જેમાં સ્થાનિક સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો,બનાવ ને લઈ ધારાસભ્ય પણ હોસ્પિટલ ખાતે પોહચી ગયા હતા.

18 મીટર ઊંચી ટાંકી નું કામ ચાલી રહ્યું હતું

તાપી જિલ્લામાં ભષ્ટ્રાચાર ની ટાંકી નો સ્લેબ ધરાશાઈ થતાં એક મજુર નું મોત નીપજ્યું હતું.બનાવ ની વાત કરીએ તો તાપી જિલ્લા ના અંતરિયાળ એવા સોનગઢ તાલુકાના ગોલણ ગામે પાણી પુરવઠા વિભાગ હસ્તક પૂર્વ સોનગઢ પેકેજ ત્રણ યોજના અંતર્ગત 18 મીટર ઊંચી ટાંકી નું કામ ચાલી રહ્યું હતું.જે ટાંકી વિનોદ પટેલ નામની મેહસાણા ની એજન્સી કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં ટાંકી નું કામ ચાલુ હતું તે દરમ્યાન અચાનક બોટમ સ્લેબ ધરાશાઈ થઈ ગયો હતો.જેમાં મહારાષ્ટ્ર ના મજૂર અનિલભાઈ હનજી ભાઈ ગાવિત નું મોત નીપજ્યું હતું જ્યારે અમિતભાઈ અનિલભાઈ ગાવીત , સુનિલભાઈ ટાકલિયા ભાઈ ગામીત અને મલંગદેવ ગામના કિશનભાઇ સેદિયાભાઈ ગામીત ઘાયલ થતાં તેમને વ્યારા,સોનગઢ અને સુબીર ની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Newly water Tank’s Bottom broke : વિધાનસભાના ધારાસભ્ય ડો જયરામ ગામીત પણ હોસ્પિટલ ખાતે ઘાયલ મજૂર ની ખબર લેવા પોહચ્યાં

પાણી ની ટાંકી નો સ્લેબ ધરાશાઈ થવાના પ્રકરણમાં ગામના સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો હતો જ્યારે સ્થાનિક નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડો જયરામ ગામીત પણ હોસ્પિટલ ખાતે ઘાયલ મજૂર ની ખબર લેવા પોહચ્યાં હતા અને તેમણે જણાવ્યું હતું કે ટેકનિકલ તપાસ ટીમ કરશે બાદમાં કોની બેદરકારી હતી એ બહાર આવશે..

તમે આ પણ વાંચી સકો છો :

Manish Sisodia: મનીષ સિસોદિયાને નથી મળી રાહત, દિલ્હી હાઈકોર્ટે ન્યાયિક કસ્ટડી 30 મે સુધી લંબાવી

તમે આ પણ વાંચી સકો છો :

NewsClick Case: સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ 

SHARE

Related stories

Latest stories