Trap Of Molvi : પકડાયેલા મૌલવીને કોર્ટમાં રજૂ કરાયો કોર્ટે મૌલાનાના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ફોન કોલ કરીને જાનથી મારવાની ધમકી અપાતી આરોપીનું પાક., નેપાળ કનેક્શન મળ્યું.
14 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી
હિન્દૂ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ગુન્હામાં મૌલવી મહંમદ સોહેલ અબુબકરની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી, જોકે, કોર્ટે 11 દિવસના મંજૂર કર્યા હતા. ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કરાયો હતો.
Trap Of Molvi : ગેમિંગ એપનો ઉપયોગ કરતા હોવાથી ટેક્નિકલ રીતે પણ તપાસ કરાશે
હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા નેતાઓ હોદ્દેદારો અને વ્યક્તિઓને ફોન કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી, તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ આવી હતી. જેની તપાસ કરતાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલાના મહંમદ સોહેલ અબુબકરની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતા વિવિધ ગ્રાઉન્ડ રજૂ કરાયા હતા અને 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. સુરતના સીપી એ જણાવાયું કે આરોપીનું કનેક્શન નેપાળ, પાકિસ્તાન, વિયેતનામ સહિતના દેશોના લોકો સાથે મળી આવ્યું છે. આ ઈસમો ગેમિંગ એપનો ઉપયોગ કરતા હોવાથી ટેક્નિકલ રીતે પણ તપાસ કરાશે. આ ઉપરાંત સુરતમાં કેટલા લોકોનો તેને સંપર્ક કર્યો હતો, તે બાબતે પણ તપાસ પોલીસ દ્વારા કરાઇ રહી છે.
ટેક્નોલોજીનો ઉપયોગ થકી ધમકી અને અપશબ્દો બોલવામાં આવી રહ્યા હતા
આરોપી ધર્મનું શિક્ષણ બાળકોને આપતો હોવાથી મસ્જિદો સાથે પણ સીધો જોડાયો હતો. આરોપી મસ્જિદમાંથી લોકોને ધમકી આપતો હતો કે, પછી અન્ય જગ્યા પરથી તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હથિયાર કોની પાસેથી મંગાવવાનો હતો અને કઈ રીતે ડીલ થવાની હતી, તે બાબત તો પણ પોલીસ તપાસ હાથ ધરશે. હિન્દુ સંગઠનોના નેતાઓને જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, પરંતુ તેમને ફોન કોલ કરીને ટેક્નોલોજીનો ઉપયોગ થકી ધમકી અને અપશબ્દો બોલવામાં આવી રહ્યા હતા, જેની તપાસ કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલાના મહંમદ સોહેલ અબુબકરના 14 દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી. કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
Trap Of Molvi : ગંભીર કેસોમાં આટલા લાંબા રિમાન્ડની માંગણી કરવામાં આવતી હોય
આરોપી કોની સાથે જોડાયેલો છે? કોને હત્યા માટે સોપારી આપવામાં હતી? આ ઉપરાંત તેની લીંક કોની?કોની? સાથે છે. આ તમામ બાબતો પર તપાસ માટે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. ખૂબ જ ગંભીર કેસોમાં આટલા લાંબા રિમાન્ડની માંગણી કરવામાં આવતી હોય છે. તમામ મામલે સુરત ના પોલીસ કમિશનર સાથે ખાસ વાત ચિત કરી હતી ઈન્ડિયા ન્યૂઝ ગુજરાતનાં બ્યૂરો ચીફ જયેશ સોની એ જેમાં ચોંકાવનારી હકીકતો પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવી હતી..
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :