મહિસાગર જિલ્લામાં ફરી એકવાર વાઘ દેખાયો હોવાનું જાણવા મળે છે. સંતરામપુર તાલુકાના ઉબેર ટેકરા પાસે નદી કિનારે આવેલા ટેકરા પર વાઘ દેખાયો હોવાના દાવા થઈ રહ્યાં છે. એટલું જ નહીં જંગલના પહાડોમાં વાઘ રહેતો હોવાનું ગ્રામજનો માની રહ્યાં છે. ત્યારે કેટલાક ગ્રામજનોએ વાઘનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
- ગુજરાતમાં વાઘની હાજરી
- મહિસાગર જિલ્લામાં દેખાયો વાઘ
- ઉબેર ટેકરા પાસે દેખાયો વાઘ
- ગ્રામજનોએ વીડિયો બનાવી કર્યો વાયરલ
- વનવિભાગે વાઘ હોવા અંગે નથી કરી પુષ્ટી
- વાઘ દેખાતા ગ્રામજનોમાં ફેલાયો ભય
ઉબેર ટેકરા પાસે વાઘ દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. જો કે, વન વિભાગ દ્વારા વાઘ અંગે સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી. મહત્વનું છે કે, થોડા સમય પહેલા પણ મહિસાગર જિલ્લામાં વાઘ દેખાયો હતો. જો કે, થોડા સમય બાદ તેનું મૃત થયું હતું. એટલું જ નહીં જે તે સમયે વાઘની હાજરીના પુરાવા પણ મળી આવ્યાં હતા.