SBI બેંકમાંથી રોકડા રૂપિયાની ચોરી
SURAT ના રાંદેર વિસ્તારમાં આવેલી SBI બેંકમાં કેશીયરની કેબિનમાં ઘુસીને એક અજાણ્યો તસ્કર રોકડ રકમ ચોરી પલાયન થઇ ગયો હતો. બેંકમાં નજર ચૂકવીને રોકડની ચોરી કરનાર ગેંગ સુરત શહેરમાં ખૂબ જ સક્રિય થઇ છે. મોરાભાગળ વિસ્તારમાં આવેલી SBI બેંકમાં રોકડની ચોરી થઈ હતી જેના સીસીટીવી સામે આવ્યા છે.પોલીસે આ મામલે સીસી ટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.-India News Gujarat
કડક સિક્યુરીટી વચ્ચે પણ ચોરી -India News Gujarat
SURAT શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી SBI સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની શાખામાં કડક સિક્યુરીટી વચ્ચે પણ ચોરી થઇ છે. રાંદેર વિસ્તારની આ SBI બેન્કમાં એક અજાણ્યો તસ્કર કામ માટે આવ્યો હોય એવી રીતે આવ્યો હતો. ત્યાર બાદ તે સીફત પુર્વક એસબીઆઇ બેન્કની કેશીયરની કેબિનમાં ઘુસી ગયો હતો.-India News Gujarat
- રોકડા રૂ ૧.૯૩ લાખની ચોરી કરી અજાણ્યો ફરાર -India News Gujarat
અજાણ્યા માસ્કધારી યુવાને આવી કહ્યું હતું કે મેડમ તમારા શહેરના મોરાભાગળ સ્થિત ડ્રોઅરમાંથી કંઇક ગયું લાગે છે. SBI બેંકની શાખામાં સિનીયર ક્લાર્ક વિમલાબેન તુરંત જ પોતાની કેબિનમાં દોડી ગયા હતા અને ચેક કરતા રૂપિયા ગાયબ હતા. જેથી તેમણે તુરંત જ SBI બેંકના સીસીટીવી ફૂટેજ જોતા અંદાજે 35 વર્ષીય યુવાન કેશિયર કેબિનની અંદર આવી ડ્રોઅર ખોલી તેમાં મુકેલા રોકડા 1.93 લાખ રૂપિયા કાપડની થેલીમાં મુકી બેંકમાંથી ઝડપથી બહાર જતા નજરે પડ્યો હતો. -India News Gujarat
સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ -India News Gujarat
સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે યુવાન SBI બેંકની અંદર આવે છે અને તે કેબિન પાસે પહોંચે છે. ત્યાં પહોંચતા તે આસપાસ નજર નાખે છે કે તેના ઉપર કોઈની નજર તો નથી. ત્યારબાદ ખૂબ જ ચતુરાઈપૂર્વક કેબિનના ડ્રોઅરમાંથી રોકડ રકમ લઇને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. -India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો: Demonetization of Which Note? : લોકોએ કરેલી નોટબંધી
તમે આ પણ વાંચી શકો છો: c-r-paatil assures to discuss over bill against stray cattle : રખડતા ઢોરના કાયદા મામલે c-r-paatil નું નિવેદન