Sumul Icecream Plant: કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો. આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટનું નિર્માણ થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. રાજ્ય સરકારે સહકારી ચળવળો થકી નાના ખેડૂતોને વધુ મજબૂત કરી પગભર કર્યા છે.
150 કરોડના ખર્ચે આઈસ્ક્રીમ વેફલ કોન પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો
સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.- સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને સાંસદ સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ સાંસદ સાંસદ પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે સુમુલ ડેરીને આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે રૂ. ૨.૫૧ કરોડનું ઇન્સેન્ટીવ આપ્યું છે. રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત જિલ્લાના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટના શુભારંભ પ્રસંગે સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે, ગ્રામવિકાસ માટે પશુપાલન ઉદ્યોગ અને દૂધ ઉત્પાદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે આ ક્ષેત્રે સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોના દૂધની ખરીદી કરી યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સક્ષમ કરવાનું કાર્ય કરી રહી છે.
Sumul Icecream Plant: ૮૦ ટકા દૂધ આદિવાસી વિસ્તાર માંથી આવે
સુમુલમાં રોજ ૨૭ લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં ૮૦ ટકા દૂધ આદિવાસી વિસ્તાર માંથી આવે છે. આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટના કારણે થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સુમુલ ડેરીના પારદર્શક વહીવટથી રાજ્યના દૂધ ઉત્પાદન અને સહકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે, એટલું જ નહીં, રાજ્યના વિકાસમાં તેમજ પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં સુમુલ ડેરી મહત્વનું યોગદાન આપી રહી છે. સુમુલ ડેરી પશુપાલકોને સ્વરોજગારીની તકો આપવા સાથે સ્વનિર્ભર બનાવી રહી છે.
સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી નવી પારડી આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે અગાઉ ૫૦ હજાર લીટર પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા હતી, જેમાં વિસ્તૃતિકરણ બાદ વધારો થતા પ્રતિદિન ૧ લાખ લીટર આઈસ્ક્રીમ તૈયાર થશે એમ જણાવી સુમુલ ડેરીની પ્રગતિની વિગતો આપી હતી.
પ્રતિદિન ૧ લાખ લીટર આઈસ્ક્રીમ તૈયાર થશે
અગાઉ રાજ્યની તમામ ડેરીઓ આઈસ્ક્રીમના કોનની ખરીદી પ્રાઈવેટ સંસ્થાઓ માંથી કરતા હતા, પરંતુ હવે કોન મેકિંગ સમુલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યની તમામ ડેરી સુમુલ પાસેથી કોનની ખરીદી કરશે. જેથી સુમુલની આવકમાં વૃદ્ધિ થશે, જેના સીધો ફાયદો પશુપાલકોને થવાનો છે. પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થતાં તેમનું જીવનધોરણ ઉન્નત થશે. પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની પશુપાલકોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો બહોળો લાભ પશુપાલકોએ લેવો જોઈએ એવો અનુરોધ કરવામા આવ્યો હતો.
તમે આ પણ વાંચી શકો છો :
Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં
તમે આ પણ વાંચી શકો છો :