HomeGujaratSurat રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ 25 જૂન સુધી રેહશે બંધ-India News Gujarat

Surat રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ 25 જૂન સુધી રેહશે બંધ-India News Gujarat

Date:

Surat રિંગરોડ ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ ન થતાં વધુ એક પખવાડિયા સુધી રેહશે બંધ 

Surat શહેરના રિંગરોડ પર આવેલ ફ્લાય ઓવર બ્રિજની મંથરગતિએ ચાલી રહેલી સુપર સ્ટ્રક્ચર લિફ્ટીંગ અને બેરિંગ રિપ્લેસમેન્ટ સહિતની કામગીરીને પગલે બ્રિજ જુન મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ રહે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. અગાઉ 9 મેથી 15મી જુન સુધી રિંગરોડ પર આવેલ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જો કે, હજી પણ કામગીરી પૂર્ણ ન થતાં વધુ એક પખવાડિયા સુધી વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડશે.-India News Gujarat

રિંગરોડ પર આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર ફ્લાય ઓવર બ્રિજની સુપર સ્ટ્રક્ચર લિફ્ટીંગ – બેરિંગ રિપ્લેશમેન્ટ સહિતની કામગીરીને પગલ ગત 9મી માર્ચથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

16 જુન સુધી રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવા તારીખ નિર્ધારિત કરવા છતાં હજી પણ એક પખવાડિયા સુધી આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા નજરે પડી રહી નથી. આ સ્થિતિમાં હવે વહીવટી તંત્ર દ્વારા આગામી 25મી જુન સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. જોકે, છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી બ્રિજની રિપેરિંગની કામગીરીને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલવે ફ્લાય ઓવરનું ઉદ્ઘાટન ટલ્લે ચડ્યું

રિંગરોડ પર આવેલા ફ્લાય ઓવર બ્રિજ સાથે સંકળાયેલા સહારા દરવાજા રેલવે ફ્લાયઓવર બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જો કે, હાલ રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજના રિપેરીંગની કામગીરીમાં વધુ એક પખવાડિયાનો સમય લાગે તેમ હોવાને કારણે હવે રેલવે ફ્લાય ઓવર બ્રિજનું ઉદ્ઘાટન પણ ટલ્લે ચઢ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.-India News Gujarat

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories