HomeGujaratSurat ranks first in Smart City Dynamic Ranking : સ્માર્ટ સીટી ડાયનેમિક...

Surat ranks first in Smart City Dynamic Ranking : સ્માર્ટ સીટી ડાયનેમિક રેન્કિંગમાં સુરત પ્રથમ નંબરે – India News Gujarat

Date:

દેશના 100 Smart City માં Surat ફરી એક વખત First ક્રમે આવ્યું  – India News Gujarat

દેશના 100 Smart City માં Surat ફરી એક વખત પહેલા ક્રમે આવ્યું છે. ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાઇનેમિક Dynamic રેન્કિંગના ગ્રેડ પ્રમાણે Surat ને પહેલો First ક્રમ આપ્યો છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદ થયેલા 100 શહેરોએ પૂર્ણ કરેલા પ્રોજેક્ટ ,ચાલી રહેલા પ્રોજેક્ટ , ગ્રાન્ટના વપરાશના આધારે ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ , એડવાઇઝરી ફોરમ મિટિંગ વગેરે માપદંડના આધારે ડાઇનેમિક રેન્કિંગ જાહેર કર્યુ છે.– Latest News

ડાઇનેમિક રેન્કિંગમાં ટોચના 10 શહેરોમાં Surat અને અમદાવાદ સિવાય ગુજરાતના એક પણશહેરનો સમાવેશ થયો નથી.

  • આ ડાઇનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે Smart City Surat પ્રથમ ક્રમે છે ,
  • 120.39 સ્કોર સાથે આગ્રા બીજા ક્રમે
  • 119.18 સાથે વારાણસી ત્રીજા નંબરે 
  • 117.05 સ્કોર સાથે ભોપાલ ચોથા નંબરે
  • 116.67 સ્કોર સાથે ઇન્દોર પાંચમા ક્રમાંક પર છે
  • 105.25 સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા નંબરે આવ્યું છે

Surat ને સૌથી વધારે સ્કોર મળતા ડાઇનેમિક રેન્કિંગમાં Smart City સુરત પહેલા નંબરે  – India News Gujarat

Smart City મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 50 ટકા , રાજ્ય સરકાર દ્વારા 25ટકા અને મહાનગરપાલિકા દ્વારા 25 ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે .Smart City Surat એ તેમાંથી 75 ટકાથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે . ગ્રાન્ટના વપરાશ માટે ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સમય મર્યાદામાં મોકલવા ખુબ જરૂરી છે . આ ઉપરાંત Smart City Sura ની એડવાઇઝરી ફોરમની મિટિંગ કરી Smart Cityપ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી આપવાની રહે છે.

આ સાથે Smart City મિશન દ્વારા લોન્ચ કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં  Smart City Sura દ્વારા સક્રિય રીતે ભાગ લેવાનું ફરજીયાત કરવામાં આવે છે, એટલું જ નહી શહેરના લોકોને આવા કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. આ તમામગ્રેડના આધારે સુરતને સૌથી વધારે સ્કોર મળતા ડાઇનેમિક રેન્કિંગમાં Smart City સુરત પહેલા નંબરે આવ્યું છે.

Smart City અંતર્ગત પણ  રૂ.1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા

  • કેનાલ કોરિડોર સહિત રૂ . 1791 કરોડના 69 પ્રોજેક્ટ સાકાર થયા છે. તેમજ Smart City Sura અંતર્ગત પણ  રૂ.1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા છે.
  • આ ઉપરાંત કિલ્લાના રેસ્ટોરેશનની પહેલા તબક્કાની કામગીરી, એઆઇસી સુરતી આઇલેબ, એલઇડી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમ, સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ , સોલિડ વેસ્ટ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ, Surat મની કાર્ડ, સુમન આઇ, બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ, 3958 શહેરી ગરીબ આવાસો.
  • આંજણા , ડિંડોલી ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 24 કલાક પાણી પુરવઠા માટે વોટર મીટરિંગ, રેઇન વોટર રિચાર્જ, વીઆઇપી મોડલ રોડ, કેનાલ કોરિડોર સહિતના મોટા પ્રોજેક્ટ સાકાર થઇ ચુક્યા છે.– Latest News

છેલ્લા ત્રણ વર્ષથી સતત Surat ને બેસ્ટ પર્ફોર્મન્સ માટેનો એવોર્ડ પ્રાપ્ત થયો  

કમાન્ડ સેન્ટર પણ ટૂંક સમયમાં કાર્યરત કરી દેવામાં આવનાર છે. Smart City યોજના અંતર્ગત હાલમાં રૂ.1145 કરોડના 12 પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યા છે. જે પૈકી કિલ્લાના રેસ્ટોરેશનની બીજા તબક્કાની કામગીરી પણ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે.

Surat શહેરમાં બીજા વિવિધ મોટા પ્રકલ્પો સાકાર કરવાની યોજના પણ ચાલી રહી છે. Surat Smart City મિશનની શ્રેષ્ઠ કામગીરીને કારણે છેલ્લા ત્રણ વર્ષથી સતત સુરતને બેસ્ટ પર્ફોર્મન્સ માટે સિટીનો એવોર્ડ પ્રાપ્ત થઇ રહ્યો છે. સુરત Smart City  અંતર્ગત 2936 કરોડના 81 પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૈકી અત્યાર સુધીમાં 2112  કરોડનો ખર્ચ થઇ ગયો છે.– Latest News

Smart City મિશન અંતર્ગત સુરતને 1000 કરોડની ગ્રાન્ટ મળશે  – India News Gujarat

હજી Smart City મિશન અંતર્ગત Surat ને 1000 કરોડની ગ્રાન્ટ મળનાર છે. જે પૈકી 500 કરોડની કેન્દ્રની ગ્રાન્ટ પૈકી 490 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેનો સંપૂર્ણપણે વપરાશ થઇ પણ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 250 કરોડની ગ્રાન્ટ પૈકી 242 કરોડ ફાળવ્યા છે જે પૈકી 225 કરોડનો વપરાશ થઇ ગયો છે. Smart City Surat ની ગ્રાન્ટ ઉપરાંત અમૃત , સ્વર્ણિમ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.– Latest News

તમે આ વાંચી શકો છો: Surat Metro Project:એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

તમે આ વાંચી શકો છો: Good news for Farmers : દક્ષિણ ગુજરાતમાં ખેતીપાક માટે 8 કલાક વિજળી અપાશે

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories