HomeGujaratsurat policeના કોમ્બીંગ ડ્રાઇવમાં ઘાતક હથિયારો સાથે 402 ઝડપાયા- india news gujarat

surat policeના કોમ્બીંગ ડ્રાઇવમાં ઘાતક હથિયારો સાથે 402 ઝડપાયા- india news gujarat

Date:

ઘાતક હથિયારો સાથે કુલ 402 વ્યક્તિ ઝડપાયા-india news gujarat 

surat શહેરમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ policeની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. જેની સામે surat police કમિશનર દ્વારા હવે શહેરમાં ટપોરીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવાની શરૂઆત કરી છે. છેલ્લા બે ત્રણ દિવસમાં જ કોમ્બીંગ હાથ ધરીને surat policeએ સંખ્યાબંધ લોકો પાસેથી ઘાતક હથિયારો કબજે કર્યા છે. suratના લિંબાયત, ઉધના, પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં police દ્વારા વાહન ચેકિંગ કરી અને શંકાસ્પદ લોકોને ચેક કરીને તેમની પાસેથી મોટી માત્રામાં ઘાતક હથિયારો કબજે કર્યા હતા. મોટા ભાગના લોકો પાસેથી police ને જીવલેણ હથિયારો મળ્યા હતા અને આ તમામને પોલીસે ડિટેઇન કરીને police સ્ટેશન ભેગા કર્યા હતા. જ્યાં તમામ લોકોની ક્રિમીનલ હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવી હતી. જે પૈકી મોટા ભાગના લોકો ગંભીર ગુનાના આરોપીઓ જામીન પર છુટ્યા પછી ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનું બહાર આવ્યુ હતું. police ત્રણ જ દિવસમાં ચાર police મથકની હદમાંથી 402 વ્યક્તિને ઘાતક હથિયારો સાથે ઝડપી લઇ અને તેમની પાસેથી રામપુરી ચાકુ, રેમ્બો છરા, કોયતા, તલવાર, ગુપ્તી સહિતના હથિયારો કબજે કર્યા છે.-india news gujarat

surat policeએ 13599 વાહનો ચેક કર્યા-india news gujarat 

police કમિશનર અજય તોમરે એવુ જણાવ્યું હતું કે, surat police અસામાજીક તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરી છે અને તેમાં કોઇ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. police દ્વારા બે સપ્તાહના સમયમાં જ 13599 વાહનો ચેક કરવામાં આવ્યા છે અને 475 પીધેલાના કેસ કરાયા છે, 79 કપલ બોક્ષ બંધ કરાવ્યા છે ચરસ ગાંજાનું સેવન કરતા હોય એવા 441 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે.-india news gujarat

તમામ policeસ્ટેશન વિસ્તારમાં સ્પેશ્યલ ડ્રાઇવ ફરજીયાત-india news gujarat 

surat શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના પી આઇ, એસીપીને સૂચનાઓ આપવામાં આવી છે કે, તેમના વિસ્તારમાં સ્પેશ્યલ ડ્રાઇવ રાખવા સાથે ફુટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, પીસીઆર વાન પેટ્રોલિંગ અને બાઇક પેટ્રોલિંગ નિયમિત કરવાના રહેશે. police ફિલ્ડ પર ઉતરતા જ છેલ્લા ચોવિસ કલાકમાં surat શહેરમાં ગંભીર પ્રકારનો એક પણ ગુનો ન બન્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.-india news gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-કઠોરમાં BJPના MLA અને APPના મહિલા કોર્પોરેટર વચ્ચે તું તું મેં મેં-INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-SMC -મનપાના ફિલ્ડના તમામ અધિકારીઓને સવારે ઓફિસમાં નહીં પણ ફિલ્ડમાં જ રહેવા આદેશ-India News Gujarat

SHARE

Related stories

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Latest stories