બદસુરત સુરત ? Surat
સુરત Surat શહેરમાં દરરોજ બાળકોને જાતીય શોષણનો શિકાર બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના ડિસેમ્બર 2020માં પાંડેસરા વિસ્તારમાં બની હતી, જેમાં 10 વર્ષની બાળકીને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી. Surat સુરતમાં જે રીતે ગુનેગારીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે તે જોતા સ્થાનિક પોલીસ, પ્રશાસન કે તંત્ર માટે ન મોટો પડકાર પણ શરમનો ઘાટ પણ સર્જાયો છે. નાની બાળકીઓને જે રીતે ટાર્ગેટ કરી પીંખી નાખવામાં આવૈે છે તેને લઈ સમાજમાં ડર, ભય અને ફિટકારની લાગણી ચારેબાજુથી જોવા મળી રહી છે. એક બાજુથી સરકાર ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના નારા સાથે સમાજમાં દિકરીઓને માનસન્માન મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના ગુનાહિત ઘટનાઓથી સુરતીવાસીઓનું મોઢું શરમથી નીચું થઈ ગયું છે. Surat
કોણ છે આ નરાધમ ?
આ કેસમાં નરાધમ દિનેશ બૈસાણને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. આગામી 16 ડિસેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે.હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શું કાર્યવાહી થઈ રહી છે? Surat
હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે 15 દિવસમાં જ 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કેવી રીતે બચાવી શકાશે સમાજને ? Surat
સમાજને શરમમાં મુકનાર અને લાંછન લગાડનાર આ પ્રકારના કિસ્સા જે રીતે દિવસેને દિવસે વધી રહી રહ્યા છે તે એક મોટો પડકાર છે સમાજ માટે, પ્રશાસન માટે પણ. ત્યારે સાચું શિક્ષણ, જ્ઞાન અને સમજ જ આવનાર પેઢી અને યુવાનોને એક સાચી દિશાનું નિર્માણ કરશે. હવે સમય છે અવાજ ઉઠાવવાનો, આગળ વધવાનો અને સમાજને સાચી દિશા આપવાનો.