HomeGujaratSurat જિલ્લા પંચાયતનું રૂ.1662 કરોડનું Budget મંજૂર-India News Gujarat

Surat જિલ્લા પંચાયતનું રૂ.1662 કરોડનું Budget મંજૂર-India News Gujarat

Date:

Surat જિલ્લા પંચાયતનું Budget અને તેની જોગવાઇ-India News Gujarat 

Surat મહાનગર પાલિકા દ્વારા રજૂ કરાયેલા બજેટ બાદ આજે Surat  જિલ્લા પંચાયતનું સને 2022-23નું 1662 કરોડનું Budget આજે જિલ્લા પ્રમુખે સામાન્ય સભામાં રજૂ કરતાં સર્વાનુંમતે મજુર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કેટલીક નવી યોજનાની સાથે સ્વભંડોળનું 63.85કરોડનું રાખવામાં આવ્યું છે. જે ગત વર્ષ કરતા 20 કરોડ વધુ છે.-India News Gujarat

Budgetમાં 1027 કરોડના ખર્ચનો અંદાજ-India News Gujarat

Suratના ચોકબજાર ખાતે સુરત જિલ્લા પંચાયત ભવનમાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલે વર્ષ  2022-23નું Budget રજુ કરતા કહ્યું હતું કે, આગામી વર્ષમાં સરકારી ગ્રાંટ મળી કુલ 1662 કરોડની આવક અંદાજવામાં આવી છે. જેની સામે 1027 કરોડનો ખર્ચનો અંદાજ આંકવામાં આવ્યો છે. સ્વભંડોળની વાત કરવામાં આવે તો વર્ષ 2022-23ના માં Budget સ્વભંડોળનું કદ 63.86  લાખ રાખવામાં આવ્યું છે. જેમાં મહેસુલ – પંચાયતને વિકાસ ક્ષેત્રે 15 કરોડ, શિક્ષણ માટે 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ જિલ્લામાં વિવિધ યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવશે.-India News Gujarat

જિલ્લા પંચાયતના Budgetમાં કઇ કઇ યોજનાઓમાં થશે ખર્ચ-India News Gujarat

જિલ્લા પંચાયતના Budgetમાં આરોગ્ય માટે 1 કરોડ, બાળ વિકાસ યોજના માટે 36 લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૨ કરોડ, સમાજ કલ્યાણ વિભાગ માટે 5 કરોડ, સિચાઈ માટે 7 કરોડ, જાહેર બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકાસના કામો માટે સભ્યો તરફ ગ્રાંટની ફાળવણી કરવામાં આવે છે. જેને પગલે Budgetમાં સભ્યોને વધારાની ગ્રાંટ ફાળવવા માટે 4.32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી , કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, બાંધકમ સમિતિ અધ્યક્ષ રોહિત ,અફઝલ પઠાણ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતાં. આ બજેટને સામાન્ય કરતા વિકાસ લક્ષી ગણાવવામાં આવી રહ્યુ છે.-India News Gujarat

સભ્યો માટે વધારાની ગ્રાન્ટ ફાળવાશે-India News Gujarat

સુરત જિલ્લા પંચાયતના Budgetમાં ચાલુ વર્ષે જિલ્લા પંચાયતના સભ્યો પોતાના વિસ્તારમાં વિકાસના કામો કરી શકે તે માટેની અલગ જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇ પ્રમાણે આગમી વર્ષ દરમ્યાન જિલ્લા પંચાયતના સભ્યોને ગ્રાન્ટ પેટે રૂપિયા 4.32 કરોડ ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં જિલ્લામાં આ સભ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસના કામોને વધારે ઝડપથી આગળ વધારી શકશે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Tapti Ganga Express : હોળી પહેલા સુરત Tapti Ganga ટ્રેન રદ

આપ આ પણ વાંચી શકો છોઃ-Food poisoning : 57 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું

SHARE

Related stories

Latest stories