એસઓજી પોલીસની (Surat City Police) ટીમે ફિલ્મી ઢબે લસકાણા પાટિયા પાસેથી અઠવા વિસ્તારની કુખ્યાત “મીંડી” ગેંગના સભ્ય કૈઝર ઉર્ફે મિંડી અને તેના બે સાગરીતોને ઝડપી પાડયા હતા.તેમજ આરોપીઓ પાસેથી પિસ્ટલ,કાર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત નાઓએ આગામી યોજાનાર લોકસભાની ચુંટણી અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે તે માટે કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનુ વાતાવરણ ઉભુ કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સાગરીતો ઉપર વોચ રાખી તેમના વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા સૂચના આપી છે. ત્યારે એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર એ.પી.ચૌધરી નાઓની સુચનાથી પીએસઆઇ એ.પી.જેબલીયા તથા આર.એમ.સોલંકી ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન મળેલ બાતમીના આધારે લસકાણા પાટિયા રાધે ડેરી પાસે પોલીસે ફીલ્મી ઢબે કાર આંતરી તેમા સવાર આરીફ મીંડીના પુત્ર મો.કૈઝર ઉર્ફે મિંડી મો.આરીફ ઉર્ફે આરીફ મિંડી શેખ તથા તેના સાગરીતો આદિલ હુશેન જાકીર હુશેન શેખ અને નદીમહુશેન ઉર્ફે મંજરા જાકીર હુશેન શેખને પકડી પાડયા હતા.તેમજ તેઓ પાસેથી એક પિસ્ટલ તથા મોબાઈલ અને ફોર વ્હિલ કાર સહીત કુલ્લે કિ રૂ.7.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ગુજસીટોક હેઠળ નોંધાયો છે ગુનો
વધુમાં જાણવા મળ્યું હતું કે કુખ્યાત કૈઝર ઉર્ફે મીંડી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ગુઈજસીટોક હેઠળ ગુનો છે.અને આ ગુનામાં તે જમીન લઈને સાગરીતો સાથ બહાર ફરી રહ્યો હતો.તેમજ અઠવા,રાંદેર અને લાગેટ પોલીસ મથકમાં પણ તેની વિરુદ્ધ જુદા જુદા 12 જેટલા ગુના નોંધાયેલા છે.જયારે આરોપી આદિલ હુસેન અને નદીમ હુસેન વિરુદ્ધ પણ અઠવા પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે.આરોપીઓ વિરુદ્ઘ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.