HomeGujaratચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા:Social media in election campaign:INDIA NEWS GUJARAT

ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા:Social media in election campaign:INDIA NEWS GUJARAT

Date:

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો દબદબો

ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા:Social media in election campaign:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માં ત્રિકોણીયો જંગ જામવાનો છે ત્યારે મતદારોને આકર્ષવા ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણે રાજકીય પક્ષો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોમો પર સક્રિય થયા છે.આ રાજકીય પક્ષો સતત પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા ફેસબુક,ટ્વિટર,ઈન્સ્ટાગ્રામ જેવા અનેકો પ્લેટફોમોનું ઉપયોગ કરી રહ્યા છે.હાલે ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસારમાં ખુબજ સફળ રહી છે.ભાજપ ની સોશિયલ મીડિયાની ટીમ પણ પક્ષે તૈયાર કરી છે.જે યુવાનોને ભાજપ તરફ આકર્ષવામાં સફળ રહી છે.

ભાજપ લોકશાહીમાં રાજનીતિ મામલે સોશિયલ મીડિયાનું શું મહત્ત્વ છે તે સારી રીતે જાણે છે.

ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા:Social media in election campaign:ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લગભગ 78 મિલિયન ફોલોઅર્સ છે અને ફેસબુક પર 46 મિલિયન ફોલોઅર્સ છે.તેમજ વિવિધ અન્ય પ્લૅટફૉર્મ પર અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પણ દેશ-વિદેશના કરોડો ફોલોઅર્સ છે. સમગ્ર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સનું પ્રમાણ અન્ય રાજકીય પાર્ટીઓ કરતાં ગણો વધારે છે. ભાજપ પક્ષે ચૂંટણી પ્રચાર માં લોકો સુધી પહોંચી સોશિયલ મીડિયાએ ચાવીરૂપ ભૂમિકા નિભાવી છે. અને વર્તમાન સમયમાં પણ પીએમ મોદીનાં ભાષણો વિવિધ સોશિયલ મીડિયા ચૅનલો અને પ્લૅટફૉર્મ પર સંયુક્તરૂપે પ્રસારિત કરાય છે. આમ કોંગ્રેસ ,આમ આદમી પાર્ટી કરતાં વધારે મહત્વ આપી ભાજપ સોશિયલ મીડિયા માં પ્રચાર કરી રહ્યું છે.

કોંગ્રેસ સોશિયલ મીડિયા ટીમ મજબૂત બનાવી રહી છે..

ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા:Social media in election campaign:કોંગ્રેસ પક્ષ પણ ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાની મહાત્ત્વતા સમજીને પોતાની સોશિયલ મીડિયા ટીમનું પુનર્ગઠન કર્યું છે. સોશિયલ મીડિયા ટીમમાં સમર્પિત પાર્ટી કાર્યકર્તા શામેલ કરાયા છે. જે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓને પ્રેરણા આપવા અને તેમની સાથે એક નેટવર્ક સ્થાપિત કરશે, જેમની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજરી હોય, જેથી પાર્ટી વિશે નકલી ખબરો અને ગૂગલ સૂચનાઓને મુકાબલો કરીને આગામી વિધાનસભા ચૂંટણમાં પ્રભાવી ભૂમિકા નિભાવી શકે તેવું માણખું તૈયાર કરી કોગ્રેસ મેદાને આવ્યું છે.

આ પણ વાંચી શકો :Congressમાં એક પરિવાર એક ટિકિટની ફોર્મ્યૂલા, ગાંધી પરિવારને અપાઈ ખાસ છૂટ – India News Gujarat

આ પણ વાંચી શકો :રાજદ્રોહ નો કાયદો:Sedition Law:INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories