HomeGujaratSMC will start 50-bed hospitals in each zone- સુરતીઓને મળશે ઉત્તમ આરોગ્ય...

SMC will start 50-bed hospitals in each zone- સુરતીઓને મળશે ઉત્તમ આરોગ્ય સેવા- India News Gujarat

Date:

SMC દ્વારા હોસ્પિટલ માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી – India News Gujarat

SMCના હદ વિસ્તરણ સાથે વસ્તીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે SMC દ્વારા શહેરીજનોને ઉત્તમ પ્રકારની આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે એ દિશામાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. SMC દ્વારા આગામી દિવસોમાં સુરતના તમામ ઝોનમાં 50 બેડની એક એક હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. SMC દ્વારા તેના  માટે જરૂરી મેડીકલ, નોન મેડીકલ સ્ટાફ અન્ય કર્મચારીઓની નવી ભરતી કરવામાં આવશે. જેના માટે 50 બેડની એક હોસ્પિટલ ઉભી કરવા માટે આઉટ સોર્સીંગ કરવા સાથે વિવિધ કેડરના ડોક્ટરોની કુલ 64 જગ્યા ઉભી કરવામાં આવશે.- India News Gujarat

SMC 50 બેડની હોસ્પિટલ માટે ક્યા પ્રકારનો સ્ટાફ ભરતી કરશે- India News Gujarat

  • SMC દ્વારા દરેક ઝોનમાં ઉભી કરાનારી હોસ્પિટલમાં બે જુનિયર મેડીકલ ઓફીસરની ભરતી કરશે
  • SMC દ્વારા એક ઇનચાર્જ સિસ્ટર અને એક ત્રીજી શ્રેણીના ક્લાર્કને પણ રખાશે
  • SMC દ્વારા આ હોસ્પિટલમાં એક જનરલ સર્જન, એક જનરલ ફિઝીશીયન અને ડેન્ટીસ્ટને રખાશે
  • SMC દ્વારા સ્ટાફ નર્સ, લેબ ટેકનિશ્યન, ફાર્માસીસ્ટ અને ત્રણ પટાવાળા, ચાર આયા, પાંચ વોર્ડ બોય અને બે વોચમેન સહિત નવ સફાઇ કામદારને કોન્ટ્રાક્ટના ધોરણે રાખવામાં આવશે- India News Gujarat

SMCની આગામી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત રજૂ કરાશે- India News Gujarat

SMCદ્વારા તેની સેવાઓનો વ્યાપ વધારવાની નેમ સાથે દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવાની વિચારણા ચાલી રહી છે. આ અંગેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની SMCની બેઠકમાં કરવામાં આવશે તેમજ તેના માટેનું તમામ પ્લાનિંગ કરવામાં આવશે. ખાસ કરીને SMC દ્વારા શહેરીજનોની આરોગ્ય સેવાનો વ્યાપ વધારવાના ઇરાદા સાથે આ કાર્ય કરવામાં આવી રહ્યુ છે અને તેના માટેના તમામ સ્તરે પ્રયાસો કરવામાં આવશેSMCની સેવાઓનો વધુને વધુ લોકોને ઉત્તમ પ્રકારે લાભ મળી રહે એ દિશામાં SMCના શાસકો તેમજ અધિકારીઓ દ્વારા પ્લાનિંગ કરવામાં આવી રહ્યુ છે. જો આગામી દિવસોમાં આ દરખાસ્ત મંજુર થઇ જશે તો આવનારા દિવસોમાં શહેરીજનોને પોતાના ઝોન વિસ્તારમાં જ સરકારી હોસ્પિટલની સેવાનો લભા મળતો થઇ જશે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-CNG price hike : પેટ્રોલ-ડીઝલ બાદ CNG ના ભાવમાં ભડકો

આપ આ પણ વાંચી શકો છોઃ-teenager Facebook ID Hacke કરી ત્રણ કાકી પાસે બિભત્સ માંગણી કરવામાં આવી

 

 

 

SHARE

Related stories

Latest stories