HomeGujaratsitex-2 આજથી થયો પ્રારંભ-India News Gujarat

sitex-2 આજથી થયો પ્રારંભ-India News Gujarat

Date:

Textile Industryમાં બધાએ સહકારથી આગળ વધવુ પડશે- Police Commissioner-India News Gujarat

સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં તા. ૧ર માર્ચ ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે sitex-2’ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. sitex-2માં મુખ્ય અતિથિ તરીકે પધારનાર સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે sitex-2 એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરી ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ભારતભરમાં મોખરે છે અને સૌથી વધુ ડાયમંડ પણ અહીં પોલીશ્ડ થાય છે. આશરે ૮૦ હજાર કરોડનું ટર્નઓવર સુરતનું છે અને ૧૧ બિલિયન યુએસ ડોલર ટેકસટાઇલની સાઈઝ છે, પરંતુ હવે માત્ર કાપડ વણાટથી કામ ચાલશે નહીં પણ પ્રોફીટ માટે રિસર્ચ કરીને ઇન્વેન્શન કરવું પડશે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં બધાએ એકસાથે મળીને ટીમવર્કથી કામ કરીને આગળ વધવું પડશે અને વિશ્વમાં પોતાની બ્રાન્ડ ઉભી કરવી પડશે.-India News Gujarat

Textile Industryમાં રૂ.30 હજાર કરોડનું રોકાણ આવવાની સંભાવના- ચેમ્બર પ્રમુખ-India News Gujarat 

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ sitex-2ના ઉદઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હવે એ–ટફની જગ્યાએ ટેકસટાઇલ ટેકનોલોજી ડેવલપમેન્ટ સ્કીમ લાવવામાં આવી રહી છે. આ સ્કીમ હેઠળ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર વિવિંગ અને નીટિંગ ક્ષેત્રે રૂપિયા ૧ર૦ર૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એ–ટફ સ્કીમમાં દેશભરમાંથી ૬૦ ટકા જેટલું રોકાણ સુરતમાં આવ્યું છે ત્યારે ટેકસટાઇલ ટેકનોલોજી ડેવલપમેન્ટ સ્કીમના ભાગરૂપે પણ કુલ રોકાણના ૬૦ ટકા જેટલું રોકાણ સુરતમાં આવે તો રૂપિયા ૩૦ હજાર કરોડનું રોકાણ સુરતમાં આવવાની સંભાવનાને નકારી શકાય નહીં. નવસારી પાસે વાંસી–બોરસી ખાતે પીએમ–મિત્રા પાર્કમાં રૂપિયા પ૦ હજાર કરોડનું રોકાણ આવવાની સંભાવના છે. જેના થકી પાંચ લાખ લોકો માટે સીધી રીતે નવી રોજગારી ઉભી થશે. આ ઉપરાંત પીએલઆઇ સ્કીમના ભાગરૂપે ૧પ થી ર૦ ટકાનું રોકાણ દક્ષિણ ગુજરાતમાં આવશે તો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવી અદ્યતન મશીનરીઓમાં રોકાણ માટે ખૂબ જ વિશાળ તકો ઉભી થઇ રહી છે. તેમણે ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ગઇકાલથી યોજાયેલા ઇન્ડીયન ટેકસટાઇલ એકસ્પો વિશે પણ માહિતી આપી હતી.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-How to Improve Productivity of Your Mind વિશે સેમિનાર યોજાયો

આપ આ પણ વાંચી શકો છોઃ-Missing girl: ગુમ બાળકીને પોલીસે 20 મિનિટમાં શોધી

 

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories