જગ્યા જગ્યાએ દેશી દારૂની ખાલી થેલીઓ જોવા મળી
ગુજરાતનું પવિત્ર યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે તો મા અંબાના દર્શન કરવા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો માં અંબાના ધામે આવતા હોય છે. હાલમાં યાત્રાધામ અંબાજીમાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે તો કોઈ રોકટોક વગર વેચાણ કરતા દેશી અને વિદેશી દારૂ વાળા લોકો ને અંબાજી પોલીસનો કોઈ ડર છેજ નથી. દેશી દારૂ નું તો અંબાજીમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તો અંબાજી પોલીસ તેમને રોકવા માટે કે કોઈ કાર્યવાહી કે કોઈ કડક પગલાં લેવા માટે તૈયાર છેજ નથી. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વેચાતા આ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણથી યાત્રાળુઓ અને માં અંબા ના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ ની લાગણી પણ ડૂબાઈ રહી છે. તો સ્થાનિક લોકોની પણ અંબાજી પોલીસની આલસી અને દેશી દારૂનું વેચાણ કરતા લોકો પર કોઈ કાર્યવાહી નહીં કરતા અંબાજી પોલીસની કામગીરી પર અનેકો સવાલો ઉભા કરી રહી છે.
ખુલ્લેઆમ વેચાણ થતું દેશી દારૂ
યાત્રાધામ અંબાજીમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અંબાજીના બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડના પાછળના ભાગે મેન બજારમાં આવેલા પંચાયત શોપિંગ સેન્ટર જોડે દેશી દારૂનું વેચાણ કરતા લોકોનો દરરોજ જમાવડો જોવા મળે છે .તો આ આ પ્રકારના લોકો ને અંબાજી પોલીસ નો કોઈપણ ડર અને કાયદા ના ડર વગર અંબાજીમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે .દારૂબંધી હોવા છતાં દેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરતા લોકોને અંબાજી પોલીસનો કોઈ ડર છે જ નથી કે પછી અંબાજી પોલીસ જાણી પૂછીને આ પ્રકારના લોકો પર કોઈ કાર્યવાહી કરવા માંગતું જ નહીં નથી તે પ્રકાર ના અનેકો સવાલો અંબાજી પોલીસ પર ઉઠી રહ્યા છે.
અંબાજી માં દારૂડિયો નો ત્રાસ વધ્યો
ખુલ્લેઆમ વેચાણ થતા દેશી દારૂ થી અંબાજી માં લોકોને બીજી કોઈ વસ્તુ મલે કે ન મલે પણ દારૂ આસાનીથી અને જાહેરમાં મળી રહે છે. જેના લીધે અંબાજી ના મેન બજારમાં પંચાયત શોપિંગ સેન્ટર ની આજુબાજુ દારૂડિયો નો ત્રાસ પણ વધી ગયો છે .દરરોજ ખુલ્લેઆમ વેચાણથી દારૂડિયો ને આસાનીથી મળતા દેશી દારૂથી નશામાં ધૂત દારૂડિયા બજારોમાં ઓરતો ની છેડતી લોકો સાથે માથાકૂટ ,ઝઘડાઓ જેવી કૃતિઓ માં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે.
દારૂબંદી હોવા છતાં પવિત્ર યાત્રાધામ અંબાજી માં દેશી વિદેશી દારૂ ની લીલાલેહર
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દારૂની કોઈપણ પ્રતિબંધ જેવું દેખાતું જ નથી. અંબાજીમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ જાહેર માર્ગો પર થઈ રહ્યું છે .છતાં અંબાજી પોલીસ કોઈપણ પગલાં લેતું દેખાતું નથી. તો અંબાજી ના વેપારીઓ અને લોકો આ પ્રકાર જાહેર માર્ગો અને ખુલ્લે આમ દેશી દારૂ ના વેચાણ થી પરેશાન છે. તો સાથે સાથે અંબાજી પોલીસની કામગીરી પર અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Vaishali Thakkar Suicide : વૈશાલીની આંખોનું દાન કર્યું, પરિવારે પૂરી કરી દીકરીની ઈચ્છા – INDIA NEWS GUJARAT
આ પણ વાંચો : Diwali 2022: દિવાળીમાં છેલ્લી ઘડીએ ફરવા જનારાને ચુકવવા પડી શકે છે બમણા રૂપિયા-India News Gujarat
By: Manish Joshi, Ambaji