માનસિક અસ્વસ્થ યુવતી સાથે દુષ્કર્મ મામલો
યુવતીને પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ કરતાં ગર્ભવતી થઈ
હવે યુવતીના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં પીટીસન
પીડિત યુવતીના પિતા પણ માનસિક અસ્વસ્થ
હાઇકોર્ટે યુવતીનું મેડિકલ એક્ઝામિનેશન કરવા કહ્યું
નિયમ અનુશાર 20 સપ્તાહ સુધીના ગર્ભપાતની જ મંજૂરી
ડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત 20 સપ્તાહ સુધીના ગર્ભપાતની જ મંજૂરીછે.
આ સ્પેશિયલ કેસમા હાઇકોર્ટની મંજૂરી માગવામાં આવી છે.
હાઇકોર્ટ મેડિકલ રિપોર્ટ બાદ નિર્ણય લેશે.
સુરતની 23 વર્ષીય મનોદિવ્યાંગ યુવતી પર તેના જ પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને પેટમાં દુખાવો ઊપડતા યુવતીની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ યુવતીને 6 મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. યુવતીનો ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. હવે હાઇકોર્ટના ઓર્ડર પર જ બે જિંદગીનું ભવિષ્ય છે.
માનસિક અસ્વસ્થ 23 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની ઘટના બાદ યુવતી ગર્ભવતી થઈ જતાં હવે આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.. આ સમગ્ર મામલે વકીલના જણાવ્યા પ્રમાણે યુવતીના પિતા પણ માનસિક અસ્વસ્થ અને યુવતી પ્રેગ્નન્સીનું વહન કરવાની સ્થિતિમાં નથી, એક્ઝામિનેશન કર્યા બાદ ડોક્ટરે કહ્યું હતું કે, યુવતી સ્ટેબલ માઇન્ડમાં નથી. આમ જે વ્યક્તિ પોતાનું ધ્યાન રાખી શકતી નથી તે બાળકનું ધ્યાન કેવી રીતે રાખશે? હાઇકોર્ટે આ મુદ્દે નોટિસ આપીને સુરત સિવિલ હોસ્પિટલને યુવતીનું મેડિકલ એક્ઝામિનેશન કરવા કહ્યું છે. હોસ્પિટલના સાયક્યાટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. હાઇકોર્ટ દ્વારા 1 મેના રોજ રિટર્નેબલ તારીખ નક્કી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત 20 સપ્તાહ સુધીના ગર્ભપાતની જ મંજૂરી છે. આ સ્પેશિયલ કેસમા હાઇકોર્ટની મંજૂરી માગવામાં આવી છે. હાઇકોર્ટ મેડિકલ રિપોર્ટ બાદ નિર્ણય લેશે. સુરતના પાલ આભૂષણ રેસિડેન્સીમાં રહેતા નવીન દામજીભાઈ ડાવરાએ મિત્રની જ મનોદિવ્યાંગ દીકરી પર દાનત બગાડી હતી. મિત્રતામાં અવારનવાર ઘરે આવતા નવીને એકલતાનો લાભ લઈ મિત્રની 23 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.