સ્પા માંથી થાઈલેન્ડની 8 વિદેશી યુવતી સાથે 4 શખ્સો ઝડપાયા
PROSTITUION RACKET સુરતના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં વિદેશથી બોલાવવામાં આવતી યુવતીઓ દ્વારા મસાજ પાર્લરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો છેલ્લા લાંબા સમયથી સુરતમાં ચાલી રહ્યો છે. ત્યારે થાઇલેડની વિદેશી યુવતી મસાજ પાલરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો કરતા હોવાથી ફરિયાદ હ્યુમન ટ્રાફિકિંગ સેલને મળતા પોલીસે દરોડા પાડી આઠ યુવતી સાથે ચાર લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીઓ બિઝનેસ વિઝા નહીં પણ ટુરિસ્ટ વિઝા પર આવી ગેરકાયદેસર વેપાર કરે છે
સુરતના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં વિદેશથી બોલાવવામાં આવતી યુવતીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મસાજ પાર્લરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો કરતા હોવાની ફરિયાદો સતત પોલીસ પાસે આવતી હોય છે જો કે વિદેશથી આવેલી યુવતીઓએ બિઝનેસ વિઝા નહીં પણ ટુરિસ્ટ વિઝા પર આવી આ પ્રકારના ગેરકાયદેસર વેપાર કરતી હોય છે
હ્યુમન ટ્રાફિકિંગ સેલ બાતમી મળી હતી કે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક milestoneની પાછળ રિચમોન્ડ પ્લાઝા ખાતે કોરલ prime સ્પા નામની શોપમાં થાઈલેન્ડની સાત જેટલી છોકરીઓ મસાજના નામે વેશ્યાવૃત્તિનો વેપાર કરતા હોવાની માહિતી મળી હતી
ધરપકડ થયેલી વિદેશી યુવતીઓ થાઈલેન્ડની છે. કેટલા સમયથી અહીં કામ કરે છે ? અને તેના સાગરીતો કે અન્ય યુવતીઓ ક્યા વિસ્તારમાં શું કામ કરે છે તેની ઝીણવટભરી તપાસ પોલીસ ચલાવી રહી છે. દેહવ્યાપરના આ રેકેટમાં તે કેવી રીતે આવી તેના પણ પૂછપરછમાં ખુલાસા થશે તેવી શક્યતા છે.
તમે આ પણ વાંચી શકો છો: Gujarat Police – ડ્રગ્સ પેડલરની કરોડોની મિલકત સીઝ કરી
તમે આ પણ વાંચી શકો છો: surat airport-સૌથી વ્યસ્ત એરપોર્ટની કેટેગરીમાં સુરતને 32મો ક્રમ