HomeGujaratઆમ આદમી પાર્ટી દ્વારા મોરચો : નિલેશ કુંભાણીના ટેકેદારો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ...

આમ આદમી પાર્ટી દ્વારા મોરચો : નિલેશ કુંભાણીના ટેકેદારો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા રજુઆત

Date:

દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના વિજય વચ્ચે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ચુંટણી અધિકારીને આવેદન પત્ર પાઠવીને કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવાના ષડયંત્રમાં શંકાસ્પદ ભુમિકા નિભાવનારાઓ વિરૂદ્ધ સખ્ય કાર્યવાહી કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી. આપના આગેવાનોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના અંગત મિત્રો અને સંબંધીઓ દ્વારા ટેકેદાર તરીકે કરવામાં આવેલી ખોટી સહી મુદ્દે વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેને પગલે લોકશાહીની હત્યા સમાન આ પ્રકરણના આરોપીઓને સખ્ત સજા મળી શકે. બીજી તરફ આગામી દિવસોમાં આપ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે. 

ટેકેદારો સામે કાર્યવાહી કરવા માંગ :

સુરત લોકસભા બેઠક પર પહેલી વખત મતદાન કરવા માટે થનગની રહેલા યુવા મતદારોને ભારે નિરાશા સાંપડી છે. કોંગ્રેસના ઉમેદવાર અને તેમના મળતિયા ટેકેદારોની શંકાસ્પદ ભુમિકા બાદ જે ઘટનાક્રમ સર્જાયો છે તે હવે જગજાહેર થઈ ચુક્યો છે. નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો વિરૂદ્ધ ખુદ કોંગ્રેસી કાર્યકરોમાં પણ ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટીના સુરત લોકસભાના પ્રમુખ રજનીકાંત વાઘાણી સહિત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા અને દિનેશ કાછડિયા સહિતના આગેવાનો આજે બપોરે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ચુંટણી અધિકારીને આવેદન પત્ર પાઠવીને આ સમગ્ર ઘટનામાં ગુન્હાઈત ભુમિકા ભજવનારાઓ વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જો નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનારની ખોટી / બોગસ સહીઓ કરવામાં આવી હોય તો ભારતીય દંડ સંહિતાની કલમ 464, 465, 468, 471 અને 120 (બી) મુજબ કાર્યવાહીને થઈ શકે તેમ છે. આ સિવાય જો દરખાસ્ત કરનારાઓ દ્વારા અમારી સહી નથી તે અંગેનું ખોટું સોગંદનામું કરવામાં આવ્યું હોય તો ભારતીય દંડ સંહિતની કલમ 191, 192, 193, 196, 199 અને 200 મુજબ ફરિયાદ નોંધાવી શકાય છે. આ સ્થિતિમાં ચુંટણી અધિકારી દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી દરમિયાન ટેકેદારોએ ખોટી સહી કરી હોવાનું ફલિત થયું છે ત્યારે તેમની વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે.

વધુ વાંચી શકો છો :

Nilesh Kumbhani Protest : નિલેશ કુંભાણીના ઘરે “જનતાનો ગદ્દાર” જેવા બેનરો ઘર બહાર ચિપકાવવામાં આવ્યા

SHARE

Related stories

Latest stories