HomeGujaratPM VISIT UT/દમણ ખાતે 16 કિમી લાંબો રોડ શો યોજ્યો/INDIA NEWS GUJARAT

PM VISIT UT/દમણ ખાતે 16 કિમી લાંબો રોડ શો યોજ્યો/INDIA NEWS GUJARAT

Date:

વડાપ્રધાને મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું
આઝાદી પછી સંઘપ્રદેશમાં મેડીકલ કોલેજ નહોતી બની
દમણ ખાતે 16 કિમી લાંબો રોડ શો યોજ્યો
4800 કરોડના પ્રોજેકટોનું લોકાર્પણ કરતાં PM


PM મોદી સંઘપ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે. દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં 4800 કરોડનાં વિકાસ કામોનું વડાપ્રધાનના હસ્તે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી સેલવાસમાં જનસભાને સંબોધી હતી. જનસભા સંબોધ્યા બાદ દેવકા બીચ પર 5 કિમી લાંબા સી વ્યૂ રોડનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન દમણમાં 16 કિમી લાંબો રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

ગત રોજ સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી ખાતે વડાપ્રધાને જાહેરસભાના સંબોધનની શરૂઆતમાં ઉપસ્થિતિ લોકોને ગુજરાતીમાં સંબોધીને પૂછ્યું હતું કે, કેમ છો બધા મજામાં? ત્યારબાદ કહ્યું હતું કે, હું જ્યારે અહીં આવું છું ત્યારે મારું મન આનંદથી ભરાઈ જાય છે. નમો મેડીકલ કોલેજના લોકાર્પણ બાદ જાહેરસભામાં કહ્યું હતું કે, આઝાદીના દસકાઓ વીતી ગયા પણ દમણ, દીવ, દાદરા અને નગર હવેલીમાં એક મેડિકલ કોલેજ નહોતી બની. 2014માં તમે અમને સેવાનો અવસર આપ્યો તો અમે તમારી સેવાની ભાવનાથી કામ કરવાનું શરૂ કર્યું. તેનું પરિણામ છે કે, દમણ, દીવ, દાદરા અને નગર હવેલીને તેની પ્રથમ નમો મેડિકલ કોલેજ મળી છે. આવનારા સમયમાં સેલવાસ અને આસપાસનો વિસ્તાર સ્વાસ્થય સુવિધાને લઈ બહુ મજબૂત થવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે કહ્યું હતું કે, અમારી સરકારે દેશના 3 કરોડથી વધુ ગરીબ પરિવારને પાકું ઘર બનાવીને આપ્યું છે. અમારી સરકારે અહીં સંઘપ્રદેશની હજારો મહિલાઓને પોતાના ઘરના માલિક બનાવવાનું કામ કર્યું છે.

સેલવાસના કાર્યક્રમ બાદ દમણ ખાતે આવેલા સી વ્યું રોડનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 16 કિલોમીટરના રોડ શોનો પ્રારંભ કર્યો હતો. રોડ શોમાં બંને તરફ લોકોની ભીડ જોવા મળી હતી. નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા ભાજપના કાર્યકરો, મહિલાઓ, વડીલો અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સંઘ પ્રદેશ દમણ રંગબેરંગી લાઇટિંગથી જગમગી ઉઠ્યું હતું.

SHARE

Related stories

Latest stories