HomeGujaratPetrol-Diesel Price : પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના અંદાજથી વિપરીત સતત 11માં દિવસે કિંમતો...

Petrol-Diesel Price : પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના અંદાજથી વિપરીત સતત 11માં દિવસે કિંમતો સ્થિર – India News Gujarat

Date:

Petrol-Diesel Price : રાહતના સમાચાર – India News Gujarat

દેશની મોટી ઓઈલ કંપનીઓએ આજે 16 એપ્રિલ શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol-Diesel) જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે આજે સતત 11મો દિવસ છે જ્યારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. છેલ્લી વખત 6 એપ્રિલે (Petrol-Diesel) ના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

મોંઘવારી સામે ઝઝૂમી રહેલા દેશના સામાન્ય માણસ માટે આ રાહતના સમાચાર છે કારણ કે 22 માર્ચથી જે રીતે તેલના ભાવ વધવા લાગ્યા છે તે જોતા એવું લાગી રહ્યું હતું કે એક મહિનામાં (Petrol-Diesel)20 થી 25 ટકા મોંઘું થઈ જશે. પરંતુ દેશભરમાં તેલના ભાવ 11 દિવસથી સ્થિર છે..-Latest Gujarati News

ગુજરતના ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવ 

Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

 

ગુજરાતમાં(Petrol-Diesel) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

16 દિવસમાં તેલ 10 રૂપિયા મોંઘુ થયું

તમને જણાવી દઈએ કે 22 માર્ચથી તેલની કિંમતો વધવા લાગી હતી. અને છેલ્લી વખત 6 એપ્રિલે તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. રાજધાની દિલ્હીમાં 22 માર્ચથી 6 એપ્રિલ સુધી (Petrol-Diesel) નાં તેલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો થયો છે.

21 માર્ચે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર હતી જે 6 એપ્રિલે વધીને 105.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. જોકે 6 એપ્રિલથી અત્યાર સુધી પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. દિલ્હી સિવાય મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા, કોલકાતામાં 115.12 રૂપિયા અને ચેન્નાઈમાં 110.85 રૂપિયા છે..-Latest Gujarati News

તમે આ વાંચી શકો છો: DA Hike :સરકારી કર્મચારીઓ માટે ખુશખબર

તમે આ વાંચી શકો છો: Check return caseમાં વેપારીને બે વર્ષની કેદ 

 

SHARE

Related stories

Latest stories